સંસદના શિયાળુ સત્ર પહેલા ભાજપે રવિવારે સવારે 11.30 વાગે મહત્વની બેઠક બોલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ભાજપ સંસદીય કાર્યકારિણીની બેઠક યોજાશે. આ સિવાય NDAના ફ્લોર લીડર્સની બેઠક પણ સાંજે 4 વાગે યોજાશે. આ સાથે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ પણ સંસદના શિયાળુ સત્ર પહેલા રવિવારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે.
ભારતીય જનતા પાર્ટીએ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં 26 નવા બિલ રજૂ કરવાની યોજના બનાવી છે. આ બિલોમાં કૃષિ કાયદાને રદ્દ કરવાનું બિલ ભાજપની પ્રાથમિકતામાં રહેશે. હાલમાં જ મોદી કેબિનેટ દ્વારા આ કાયદો પાછો ખેંચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી.
આ પહેલા સત્ર પહેલા કોંગ્રેસે પોતાના સાંસદોને વ્હીપ જારી કર્યો હતો. આ અંતર્ગત તમામ સાંસદોને બંને ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે. તેથી, સવારે 11 વાગ્યાથી ગૃહ સ્થગિત થાય ત્યાં સુધી ગૃહમાં હાજર રહો. પાર્ટીના સ્ટેન્ડને પણ સમર્થન આપો. આવો જ વ્હીપ લોકસભામાં પણ જારી કરવામાં આવ્યો હતો. આવો જ વ્હીપ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાના સાંસદોને પણ જારી કરવામાં આવ્યો હતો અને તેમને સંસદના પ્રથમ દિવસે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
