Not Set/ રાજકોટમાં MCCD સર્ટિ.ની જરૂર ન હોવા છતાં તેની માંગણી કરાતા અરજદારો મુશ્કેલીમાં …

કોઈ અરજદારોને તકલીફ ન પડે તેવી રીતે સહાયની કામગીરી ચલાવવામાં આવી રહી છે. તેઓની ઝડપી કામગીરીને કારણે રાજકોટ જિલ્લો કોરોના સહાય ચુકવવામાં રાજ્યમાં અવ્વલ પણ રહ્યો છે.

Gujarat Rajkot

રાજયમાં કોરોના ની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લખો લોકોએ પોતાના જીવ ગુમવાયા છે . ત્યારે સરકાર દ્વારા સહાય કરવાના રૂપે રાજ્યમાં આ યોજના બહાર પાડવામાં આવેલી છે ત્યારે સરકાર દ્વારા આ યોજના ના ફોર્મ  મળવાના શરૂ કરાયા હતા. જેમાં રાજકોટ જિલ્લો કોરોનાની સહાય વિતરણમાં પ્રથમ ક્રમે જોવા મળ્યો . કોરોનાની સહાયમાં મામલતદાર કચેરીઓની દાદાગીરી જોવા મળી છે.  જેમાં MCCD સર્ટીની કોઈ જરૂર ન હોવા છતાં અરજદારો પાસેથી તેની માંગણી કરીને તેને પરેશાન કરવામાં આવી રહ્યા છે.

જેમાં સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના પરિવારોને રૂ. 50 હજારની સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ પામેલ અંદાજે 723 જેટલા લોકોના પરિવારજનોને સહાયની રકમ આપવાની કામગીરી ખૂબ ઝડપી રીતે હાથ ધરી છે. સ્ટાફ દ્વારા રાત ઉજાગરા કરીને આ કામગીરીને વેગ આપવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 393 લોકોને સહાય ચૂકવી પણ દેવામાં આવી છે.

આ  પણ વાંચો ;RTI પોર્ટલનો પ્રારંભ / હવેથી તમે ઓનલાઈન RTI કરી જાણી શકશો માહિતી, CM ભુપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

કોઈ અરજદારોને તકલીફ ન પડે તેવી રીતે સહાયની કામગીરી ચલાવવામાં આવી રહી છે. તેઓની ઝડપી કામગીરીને કારણે રાજકોટ જિલ્લો કોરોના સહાય ચુકવવામાં રાજ્યમાં અવ્વલ પણ રહ્યો છે. પરંતુ મામલતદાર કચેરીઓમાં અરજદારોને મુશ્કેલી પડતી હોવાની વિગતો ધ્યાને આવી છે. સરકારે જાહેર કરેલા જીઆરમાં સ્પષ્ટ સૂચના હોય કે કોરોના પોઝિટિવ આવ્યો હોય તે આરટીપીસીઆર રીપોર્ટ કે રેપીડ એન્ટીજન ટેસ્ટ ઉપરાંત ડેથ સર્ટિફિકેટ તંત્રએ સ્વીકારવાનું રહે છે.

આમ છતાં નવા જીઆરથી અજાણ મામલતદાર કચેરીઓ અને તેના સ્ટાફ દ્વારા કોર્પોરેશનમાંથી એમસીડીએસ સર્ટિફિકેટ લઈ આવવાનું અરજદારોને કહેવામાં આવે છે. જેને પગલે અરજદારોનો કોર્પોરેશનમાં ભારે ધસારો રહે છે.આ ઉપરાંત કોરોનાની સહાય મેળવવા માટે ખુદ મૃતકના પતિ કે પત્નીએ અરજી કરી હોય તેમ છતાં તેને સંતાનોની સંમતિ માટે સોગંદનામું રજુ કરવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો ;ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન…