National/ પોલીસકર્મીઓને બેંક લોન આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ? નાણામંત્રીએ આપ્યો આવો જવાબ

ગૃહમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે જણાવ્યું હતું કે પોલીસ અને રાજકારણીઓને લોન આપવામાં બેંકોને “સમસ્યાઓ” છે. તેમણે કહ્યું કે આવા ગ્રાહકોને લોન આપતા પહેલા બેંકો તેમનો “ટ્રેક રેકોર્ડ” જુએ છે.

Top Stories India
પોલીસ કર્મચારીઓ બેંક લોન આપવા પીઆર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રએ પોલીસ કર્મચારીઓ જેવા સંવેદનશીલ ગ્રાહકોને લોન ન આપવા માટે બેન્કોને કોઈ ચોક્કસ સૂચના જારી કરી નથી. નાણામંત્રીએ ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે બેંકોને અમુક વર્ગના ગ્રાહકોને લોન ન આપવાનો નિર્દેશ આપવાની કોઈ સત્તાવાર નીતિ નથી. “બેંકો KYC અને અન્ય રેટિંગના આધારે આકારણી કરે છે. મને નથી લાગતું કે બેંકોને કોઈ ચોક્કસ સૂચના આપવામાં આવી છે કે કૃપા કરીને આ લોકોને લોન આપશો નહીં,” તેમણે જણાવ્યુ હતું કે, બેન્ક પોતાની વિવવેક બુધ્ધિથી પોતાનું કામ કરે છે.

ગૃહમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરડે જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ અને રાજકારણીઓને લોન આપવામાં બેંકોને “સમસ્યાઓ” છે. તેમણે કહ્યું કે આવા ગ્રાહકોને લોન આપતા પહેલા બેંકો તેમનો “ટ્રેક રેકોર્ડ” જુએ છે. તેઓ રાજકીય રીતે જોડાયેલા વ્યક્તિઓ (PEPs)ને બેંકો દ્વારા કથિત રીતે લોન ન પહોંચાડવા અંગેના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.

વડોદરા / કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત