ભારતમાં ધીમે ધીમે લોકો કોરોનાની રસી લેવા રસીકરણ કેન્દ્ર સુધી આવી રહ્યા છે. જો કે ભારતમાં તાજેતરની પરિસ્થિતિ એટલી ખરાબ દેખાઇ રહી નથી પરંતુ જે રીતે દક્ષિણ આફ્રિકામાં સામે આવેલા નવા વેરિઅન્ટ (Omicron) બાદ દુનિયાભરનાં લોકો ચિંતાતુર બન્યા છે. કોરોનાને હરાવવા માટે હાલમાં જો કોઇ ઇલાજ હોય તો તે રસીકરણ જ છે. એટલે સરકાર સતત આ અભિયાનમાં જોડાવા લોકોને કહી રહી છે.
આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં Active કેસ પહેલીવાર 1 લાખથી ઓછા નોંધાયા
આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં પણ કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં રસીકરણને વેગ આપવા માટે તંત્ર અને સરકાર દ્વારા અલગ અલગ નુસ્ખાઓ અપનાવવામાં આવી રહ્યા છે. જો કે તાજેતરમા સામે આવેલા આંકડાઓ અનુસાર, રાજ્યમાં હજુ પણ 36.18 લાખ લોકો કોરોનાની રસીથી વંચિત છે. જણાવી દઇએ કે, નવા વેરિયન્ટ (Omicron) એ દુનિયાભરમાં જોખમ સર્જ્યુ છે. એટલું જ નહીં, દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં એમિક્રોન વેરિયન્ટે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે હવે જલ્દી જ રસીકરણ અભિયાનને વેગ આપવાની વાતને પ્રાધાન્ય આપવાની વાત કહેવામા આવી રહી છે. જો કે હજુ પણ ગુજરાતમાં રસીકરણની કામગીરીને લઇને સવાલો સર્જાયા છે કેમકે, હજુ પણ 36.18 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. વળી રાજ્યમાં 46.47 લાખ એવા લોકો છે કે જેમણે પહેલો ડોઝ લીધો છે પણ બીજો ડોઝ લીધો નથી. મેટ્રો સિટી અમદાવાદની વાત કરીએ તો અહી 7.41 લાખ લોકોએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો નથી. ચિંતાનો વિષય તો એ છેકે, પ્રથમ ડોઝ લીધા બાદ છ અઠવાડિયા કરતાં ય વધુ સમય વિત્યો છે છતાંય લાખો લોકો હજુ રસીનો બીજો ડોઝ લેવા આવ્યા જ નથી. પ્રથમ ડોઝના આંકડા આગળ ધરીને આરોગ્ય વિભાગ વાહ વાહી લૂંટી રહ્યુ છે પણ આજેય ગુજરાતમાં લાખો લોકો એવા છે જેમણે કોરોનાની રસી જ લીધી નથી.
આ પણ વાંચો – Vaccination / અમદાવાદમાં કોરોનાની રસી લેનાર માટે થશે ડ્રો, વિજેતાને આપવામાં આવશે 60 હજારનો મોબાઇલ
તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી સામે આવેલા નવા વેરિઅન્ટ (Omicron) નો ખતરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દુનિયાભરની સરકારો પોતાના નાગરિકોને રસીકરણમાં જોડાવવા અપીલ કરી રહ્યા છે. ત્યારે ભારત માટે પણ હવે ચિંતાનો વિષય બન્યો છે, ભલે દૈનિક કોરોનાનાં કેસ ઓછા સામે આવી રહ્યા છે પરંતુ જ્યા સુધી 100 ટકા રસીકરણ નહી થાય ત્યા સુધી આ વાયરસને હરાવવો મુશ્કેલ દેખાઇ રહ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
