પંજાબના પઠાણકોટ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં શુક્રવારે આકાશમાં રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો, જેનાથી સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા. સ્થાનિક લોકોનું કહેવું છે કે સાંજે 6.50 વાગ્યે લગભગ 5 મિનિટ સુધી આ રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો.
તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રહસ્યમય પ્રકાશ સીધી રેખામાં જતો જોઈ શકાય છે. જો કે, સંરક્ષણ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે તે એક ઉપગ્રહ છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે આ એલોન મસ્કની કંપની ‘સ્ટારલિંક’નો સેટેલાઇટ છે.
Mysterious lights were seen over north Indian states and videos shared on social media. Defence sources confirm it was a satellite, earlier media reports say it is Elon Musk-led ‘Starlink’ satellites.
(Pic – screengrab from a video) pic.twitter.com/6Qxi33igWq
— ANI (@ANI) December 3, 2021
જ્યારે લોકોએ આ પ્રકાશ જોયો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિવિધ અટકળો કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂનમાં ગુજરાતના જૂનાગઢ, ઉપલેટા અને સૌરાષ્ટ્રના નજીકના વિસ્તારોમાં એક રહસ્યમય પ્રકાશ જોવા મળ્યો હતો, ત્યારબાદ તે યુએફઓ હોવાની અટકળો ચાલી રહી હતી.
Mysterious lights were seen over north Indian states and videos shared on social media. Defence sources confirm it was a satellite, earlier media reports say it is Elon Musk-led ‘Starlink’ satellites.
(Pic – screengrab from a video) pic.twitter.com/6Qxi33igWq
— ANI (@ANI) December 3, 2021
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST)ના સલાહકાર નરોત્તમ સાહુએ અકુદરતી પ્રકાશ એ યુએફઓ હોવાના સિદ્ધાંતને રદિયો આપતાં કહ્યું કે તે પૃથ્વીની ભ્રમણકક્ષા નજીકથી પસાર થતા ઉપગ્રહને કારણે હોઈ શકે છે. જયારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં, લોકોએ જોરદાર અવાજ સાંભળ્યો, જે પછી સળગતી વસ્તુઓ આકાશમાંથી પડતી જોવા મળી હતી, પરંતુ તે જમીન પર પડતા પહેલા જ સળગી રહી હતી.