ગીર સોમનાથ જીલ્લાના ઉના, સીમર, સૈયદ રાજપરા બંદરની ફિશરીઝ કચેરી અમરેલી જીલ્લાના જાફરાબાદ સાથે સંલગ હોય અને વારંવાર આ વિસ્તારના દરીયા કિનારે ભારે પવન વરસાદની આવતી આગાહી વખતે નવાબંદર ખાતેની કાર્યરત કચેરી માત્ર એક ગાર્ડ આધારીત ચાલતી હોય કચેરીમાં કોઇપણ અધિકારીની મોટાભાગે સુચક ગેરહાજરી હોય છે. અને વર્ષો જુની દરીયા પોર્ટ વિભાગમાં આવેલ કચેરી છ માસ જેવા લાંબ સમયથી તાઉતે વાવાઝોડા વખતે અસરગ્રસ્ત બની ગયેલ અને કચેરીમાં બારી દરવાજા કે છાપરા હયાત રહ્યા નથી. હવામાન ખાતાની આગાહી આપતા યંત્ર કાઢી બિસ્માર હાલતમાં છોડી દેવાયેલ છે.
માત્ર લોખંડની પેટી શોભાના ગાઠીયા સમાન દિવાલ પર જોવા મળે છે. ફિસીંગ બોટને લગતા તમામ કાગળો પણ જર્જરીત બની ગયેલ છે. અને વરસાદના પાણી લાગી જતાં માછીમારોના બાયોમેટ્રોક કાર્ડના ડોક્યુમેન્ટ અને ફોર્મ ચોમાસાના વરસાદના પાણી પડવાના કારણે નાશ થવા લાગ્યા છે. કચેરીની છતના પંખા લાઇટ અને અન્ય વ્યવસ્થા પણ જોવા મળતી નથી. ઉપર આભ નીતે ધરતી વચ્ચે માત્ર એક ઓફીસ ગાર્ડ આવડા મોટા બંદરમાં ૮૦૦ કરતા વધુ બોટનું રોજીંદા અવર જવર થતું હોય અને દરીયા કિનારાના લેન્ડી પોઇન્ટ બારા પણ રેઢા પટ્ટ હોય આવા સમયે માછીમારો અને ફિસીંગ બોટ પર આવતી કુદરતી આફતો અંગેની ચેતવણી કોણ આપશે ? જ્યા કોઇ પ્રકારની વ્યવસ્થા સુવિધા ન હોય તે કચેરી માછીમારોની સુરક્ષા અને જાગૃતીનું કાર્ય કઇ રીતે કરી શકે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે.
નવાબંદરમાં આવેલ ફિશરીઝ ઓફીસ સદંતર બિસ્માર હાલતમાં હોઇ અને તેમાં રહેલા સરસાધનો પણ દયનિય પરિસ્થિતીમાં છે. એ દરમ્યાન છેલ્લા છ માસમાં બે આફત આવીએ દરમ્યાન અનેક અધિકારી અને પદાધિકારી આવેલા તેમ છતાં પણ કોઇનું પણ ધ્યાન આ કચેરી પર પડ્યું નહીં કે તેમની હાલત શું છે તે પણ અચરજ પમાડનાર કહેવાય…
ફિશરીઝ કચેરી જર્જરીત બની જતા અને અધિકારી કે અજરદાર બેસી પણ ન શકે તેવી હાલતમાં મુકાયેલ આ કચેરીમાં એક માત્ર ગાર્ડ આખો દિવસ બેસી દિવસો પસાર કરે છે. આ કચેરીમાં બોટના કોલ તેમજ બોટના સબસીડીના ડોક્યુમેન્ટ લોકબૂક તેમજ બોટની નોધણી રજીસ્ટર જેવા કિંમતી રેકર્ડ પણ અસલામત હોય આફત વખતે આવા ડોક્યુમેન્ટ મળી શકે ખરી તેવો પ્રશ્નો વર્તમાન ફિશરીઝ અધિકારી પૂરોહીતને પુછતા તેણે નરવા કુંજરવા બની ગયા હતા…..
