ટીમ ઈન્ડિયાએ મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડની ટીમને 372 રને હરાવી એક મોટા રેકોર્ડ બનાવી દીધો છે. આ પહેલા મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ કિવી ટીમ બીજી ઇનિંગમાં માત્ર 167 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગ 276/7 પર ડિક્લેર કરવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 62 રનમાં સમેટાઈ ગઇ હતી. પ્રથમ મેચ ડ્રો થયા બાદ ભારતે બે મેચની સીરીઝ 1-0થી જીતી લીધી હતી.
આ પણ વાંચો – IND Vs NZ / મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, 1-0 થી ટેસ્ટ સીરીઝ કરી નામે
ભારતે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) હેઠળ છઠ્ઠી મેચ રમી છે. મુંબઈ ટેસ્ટમાં શાનદાર જીત બાદ ભારતનાં 12 પોઈન્ટ થઈ ગયા છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને યથાવત છે. ત્રણ જીત, એક હાર અને બે ડ્રો બાદ ભારતનાં કુલ 42 પોઈન્ટ છે. વળી, ટીમ ઈન્ડિયાનાં 58.33 ટકા પર્સેન્ટ ઓફ પોઈન્ટ (PCT) બની ગયા છે. જણાવી દઇએ કે, WTC નાં વર્તમાન ચક્ર માટે પોઈન્ટ સિસ્ટમ બદલવામાં આવી છે. આ વખતે મેચ જીતવા પર 12 પોઈન્ટ આપવામાં આવી રહ્યા છે. વળી, ટાઈનાં કિસ્સામાં 6 પોઈન્ટ અને ડ્રોનાં કિસ્સામાં 4 પોઈન્ટ આપવામાં આવી રહ્યા છે. મેચ રમીને ટીમોએ જે પોઇન્ટ મેળવ્યા છે, તે પોઇન્ટનાં આધારે ટીમોનું રેકિંગ નક્કી કરવામાં આવે છે. જીત માટે 100, ટાઈ માટે 50 અને ડ્રો માટે 33.33 પોઈન્ટ અને હાર માટે કોઈ પોઈન્ટ આપવામાં આવતા નથી.
https://twitter.com/ICC/status/1467723054738509825?s=20
આ પણ વાંચો – IND Vs NZ / મુંબઈ ટેસ્ટમાં સ્પાઈડર કેમ સાથે વાત કરતા જોવા મળ્યા વિરાટ કોહલી
નોંધનીય છે કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચક્ર 2023 સુધી ચાલશે. બે વર્ષનાં ચક્ર પછી ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટ ચેમ્પિયન બન્યું હતું. આ વર્ષે જૂનમાં ઈંગ્લેન્ડનાં સાઉથેમ્પટનમાં રમાયેલી WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 8 વિકેટથી હરાવી હતી.
