પ્રહાર/ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી સરકાર પર કર્યા આકરા પ્રહાર…

અખિલેશ યાદવે એક ટ્વીટ દ્વારા તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા

Top Stories India

ચૂંટણીના માહોલમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સતત સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. સોમવારે, એક ટ્વીટ દ્વારા, તેમણે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે યોગી સરકારને નિષ્ફળ  ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે આ વખતે યુપીના લોકો ભાજપને સત્તા પરથી હટાવી દેશે.

 

 

અખિલેશ યાદવે સોમવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું કે જે લોકો 24 કલાક કામ કરે છે છંતા પણ તેઓ નિષ્ફળ રહ્યા છે,ઉત્તરપ્રદેશની પ્રજા તેમનું કામ તમામ કરી દેશે અને હરાવશે. ભાજપ સરકારે જે વિકાસના ઘોડા પર સવાર છે તે ફિલ્મની જેમ નકલી છે,આ શુટિંગનો ઘોડો માત્ર વાઇબ્રેટ થાય છે પરતું આગળ વધતું નથી.