Not Set/ હળવાશમાં ન લો ઓમિક્રોનને, દેશમાં આ મહિનાથી આવી શકે છે ત્રીજી લહેર

વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, ભારતમાં જે રીતે ઓમિક્રોનનાં નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાનાં આ નવા વેરિઅન્ટનાં કારણે દેશમાં ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી લહેર આવી શકે છે.

Top Stories India
ઓમિક્રોનથી ત્રીજી લહેર
  • કોરોનાની ત્રીજી લહેરથી સાવધાન..!
  • ઓમિક્રોનને પગલે ત્રીજી લહેર ફેબ્રુ.માં આવી શકે
  • ત્રીજી લહેરની અસર હળવી હશે
  • IITનાં વૈજ્ઞાનિક મહિન્દ્રા અગરવાલનું તારણ
  • કેસની સંખ્યા પ્રતિદિન દોઢ લાખ સુધી પહોંચી શકે
  • કોવિડ19 ટ્રેજેકટરીનાં મેથેમેટિસિયન પ્રોજેકશનનો અભ્યાસ
  • તેની સાથે સંલગ્ન વૈજ્ઞાનિક અગરવાલનું નિવેદન
  • કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન જરૂરી
  • દેશમાં 50 ટકાથી વધુ પુખ્ત વસ્તીએ બંને ડોઝ લીધા
  • કોરોના સામેની લડત જારી રહેશે

ભારતમાં કોરોનાનાં નવા વેરિન્ટ ઓમિક્રોનનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં આ વેરિઅન્ટનાં બે નવા કેસ નોંધાયા બાદ દેશમાં ઓમિક્રોનનાં નવા કેસની કુલ સંખ્યા 23 પર પહોંચી ગઈ છે. વળી, મહારાષ્ટ્રનાં ડોમ્બિવલી, કલ્યાણમાં વિદેશથી આવેલા લગભગ 109 લોકો ગુમ થયા છે. દરમિયાન, વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, ભારતમાં જે રીતે ઓમિક્રોનનાં નવા કેસ ઝડપથી સામે આવી રહ્યા છે, તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોનાનાં આ નવા વેરિઅન્ટનાં કારણે દેશમાં ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી લહેર આવી શકે છે અને દરરોજ 1-1.5 લાખ નવા કેસ નોંધાઈ શકે છે.

ઓમિક્રોનથી ત્રીજી લહેર

આ પણ વાંચો – નવી મુસિબત / Omicron ને લઇને દુનિયાનાં વેક્સિન નિર્માતાઓની શું છે તૈયારીઓ અને દાવાઓ?

IIT નાં વૈજ્ઞીનિક મહિન્દ્રા અગ્રવાલ અનુસાર, SARS-CoV-2, Omicron નાં નવા વેરિઅન્ટનાં કારણે, ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ટોચ પર આવશે અને આ સમય દરમિયાન લગભગ 1-1.5 લાખ સુધી નવા કેસ સામે આવી શકે છે. કોરોનાનાં ગાણિતિક અનુમાનનાં આધારે IIT વૈજ્ઞાનિક અગ્રવાલે ચેતવણી આપી છે કે નવા અંદાજમાં ઓમિક્રોનનાં વેરિઅન્ટને પરિબળ તરીકે સામેલ કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, Omicron નો પહેલો કેસ 2 ડિસેમ્બરે દેશમાં નોંધાયો હતો અને હવે ભારતમાં 23 કેસ સામે આવી ચુક્યા છે. એટલે કે 5 દિવસમાં 10 ગણો વધારો થયો છે. માત્ર 5 દિવસમાં દક્ષિણ આફ્રિકાથી ઓમિક્રોનનો હુમલો 5 રાજ્યોમાં થયો છે. મહારાષ્ટ્રમાં 10, રાજસ્થાનમાં 9, કર્ણાટકમાં 2, દિલ્હી અને ગુજરાતમાં 1-1 દર્દી મળી આવ્યા છે. અગ્રવાલે કહ્યું, ‘અમારું અનુમાન છે કે નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે દેશમાં ફેબ્રુઆરી સુધીમાં ત્રીજી વેવ આવી શકે છે, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટને કારણે તે બીજી વેવ કરતાં નબળી હશે. અત્યાર સુધી આપણે જોયું છે કે, ઓમિક્રોન ચેપની ગંભીરતા ડેલ્ટા વેરિઅન્ટ જેટલી ખતરનાક નથી. તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકામાં નોંધાયેલા કેસોની નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હાલમાં, દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોન ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.

ઓમિક્રોનથી ત્રીજી લહેર

આ પણ વાંચો – Funny video / Umpire એ એક અલગ જ અંદાજમાં આપ્યો વાઈડ બોલનો સિગ્નલ, જુઓ Video

ત્રીજા લહેરનું જોખમ પણ વધી ગયુ છે કારણ કે, છેલ્લા એક સપ્તાહમાં દક્ષિણ આફ્રિકામાં કોરોનાનાં કેસ 408 ટકાનાં દરે વધ્યા છે. UK માં, ઓમિક્રોન વેરિઅન્ટનાં કેસમાં એક દિવસમાં 53 ટકાનો વધારો થયો છે. UK માં કોરોનાનાં ઓમિક્રોન વેરિઅન્ટમાંથી અત્યાર સુધીમાં 246 કેસ સામે આવ્યા છે. એ પણ ચિંતાનો વિષય છે કે રસીનાં બન્ને ડોઝ લેવા છતા લોકોને ઓમિક્રોન ચેપ લાગી રહ્યો છે.