- RBIએ રેપોરેટ 4 ટકા યથાવત રાખ્યા
- રેપોરેટમાં RBIએ ના કર્યો કોઇ બદલાવ
- રેપોરેટ 4 ટકા યથાવત રખાયો
- રિવર્સ રેપોરેટ 3.35 ટકા યથાવત
- વ્યાજદરોમાં કોઇ બદલાવ નહીં
કેન્દ્રીય બેંક RBIની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંકે 9મી વખત પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓક્ટોબરમાં પણ સેન્ટ્રલ બેંકે મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
Monetary Policy Committee (MPC) voted unanimously to keep the policy repo rate at 4% & the stance remains accommodative. MSF rate and bank rate remain unchanged at 4.25%. Reverse repo rate also remains unchanged at 3.35%: RBI Governor Shaktikanta Das following MPC meeting pic.twitter.com/6QzXO1DHBg
— ANI (@ANI) December 8, 2021
આ પણ વાંચો – વધુ એક મુસિબત / પાકિસ્તાનની ઈમરાન સરકાર Fail સાબિત થઇ, દેશ પર જેટલુ દેવું છે તે જાણી તમે પણ કહેશો OMG!
જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં RBI એ રેપો રેટને 4 ટકા પર જાળવી રાખ્યો હતો. જ્યારે રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે MSF રેટ અને બેન્ક રેટ પણ 4.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન, સમિતિએ મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. RBI ગવર્નરે કહ્યું કે, શિયાળો આવી ગયો છે. તેનાથી શાકભાજીનાં ભાવમાં ઘટાડો થશે. ખાદ્યતેલનાં ભાવને અંકુશમાં લેવા માટે સરકારે કેટલાક પગલા લીધા છે. તેમની અસર પણ દેખાઈ રહી છે.
Price pressures may persist in the immediate term. Vegetable prices are expected to see a seasonal correction with winter arrivals in view of bright prospects for Rabi crops: RBI Governor Shaktikanta Das pic.twitter.com/GH3nk941mI
— ANI (@ANI) December 8, 2021
RBI ગવર્નરે કહ્યુ કે, રિઝર્વ બેન્ક વિકાસ દરને પાટા પર લાવવા અને તેને ટકાઉ ધોરણે જાળવી રાખવા માટે ઉદાર વલણ અપનાવવાનું ચાલુ રાખશે. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં નરમાઈ આવી હતી, જે સ્થાનિક બજારમાં ખર્ચ સ્તર પરનાં દબાણને હળવું કરશે. વળી, તેમણે આશા વ્યક્ત કરી હતી કે પેટ્રોલ, ડીઝલની કિંમતો પર ટેક્સનાં દરમાં ઘટાડો કરવાથી વપરાશની માંગમાં મદદ મળશે. ભારતીય અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સૌથી મોટા પતનમાંથી બહાર આવી છે, અમે કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છીએ.
Recent reductions in excise duty & state VAT on petrol and diesel should support consumption demand by increasing purchasing power. Govt consumption is also picking up from August, providing support to aggregate demand: RBI Governor Shaktikanta Das following MPC meeting pic.twitter.com/lB0j7BpupG
— ANI (@ANI) December 8, 2021
મોંઘવારીનાં સંદર્ભમાં, દાસે કહ્યું કે, RBI એ 2021-22માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) મોંઘવારીનાં અંદાજને 5.3% જાળવી રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિનું અનુમાન 9.5% પર જાળવી રાખવામાં આવ્યું છે.
The projection for real GDP growth is retained at 9.5% in 2021-22, consisting of 6.6% in Q3, & 6% in Q4. Real GDP growth is projected at 17.2% for Q1 of 2022-23 and at 7.8% for Q2 of 2022-23: RBI Governor Shaktikanta Das pic.twitter.com/pmV5TCMnzV
— ANI (@ANI) December 8, 2021
RBI નાં ગવર્નર દાસનું કહેવું છે કે, કેન્દ્રીય બેન્ક નાણાકીય સ્થિરતા જાળવવા માટે પ્રવાહિતાનું સંચાલન કરવાનું ચાલુ રાખશે. વધુમાં દાસે કહ્યું છે કે, રેપો રેટ કોઈ ફેરફાર વિના 4% પર રહેશે. રિવર્સ રેપો રેટ પણ 3.35% પર યથાવત રહેશે. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) દર અને બેન્ક દર 4.25% પર યથાવત રહેશે. આગળ કહ્યું કે, મોંઘવારીનાં દરને ટકાઉ ધોરણે નીચે લાવવા માટે પેટ્રોલ, ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગવર્નર દાસે નાણાકીય નીતિની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે, કિંમત સ્થિરતા એ RBI નો મુખ્ય સિદ્ધાંત છે કારણ કે તે વૃદ્ધિ, સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
