ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનાં કેપ્ટન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં એક ખાસ સિદ્ધિ મેળવી છે. જો રૂટ રેડ બોલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી એશિઝ સીરીઝનાં પ્રથમ ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે રૂટે શાનદાર અડધી સદી ફટકારી હતી.
https://twitter.com/ICC/status/1469180612846120961?s=20
આ પણ વાંચો – Asia Cup / BCCI એ અંડર-19 એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડી સંભાળશે કમાન
યજમાન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની એશિઝ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાઈ રહી છે. મેચનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રૂટે એક કેલેન્ડર વર્ષમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 2021માં અત્યાર સુધીમાં 1541 રન બનાવ્યા છે અને આ મામલામાં તેણે 2002માં બનાવેલા દેશબંધુ માઈકલ વોનનાં 1481 રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. આ પહેલા રૂટે 2016માં 1477 અને 2015માં 1385 રન બનાવ્યા હતા. રૂટ એક કેલેન્ડર વર્ષમાં 1500 કે તેથી વધુ રન બનાવનાર વિશ્વનો નવમો ક્રિકેટર બન્યો છે.
https://twitter.com/ICC/status/1469275740680200195?s=20
આ યાદીમાં ભારતનાં બે દિગ્ગજો પણ સામેલ છે, જે સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર છે. સચિન એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1562 રન બનાવનાર પ્રથમ ભારતીય છે. સચિને આ રેકોર્ડ 2010માં બનાવ્યો હતો. તેના પછી ગાવસ્કરનો નંબર આવે છે, જેમણે 1979માં 1555 રન બનાવ્યા હતા. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પાકિસ્તાનનાં ભૂતપૂર્વ બેટ્સમેન મોહમ્મદ યુસુફનાં નામે છે, જેણે 2006માં 11 મેચમાં 1788 રન બનાવ્યા હતા. મોહમ્મદ યુસુફનો વર્લ્ડ રેકોર્ડ હવે રૂટનાં નિશાના પર છે. વેસ્ટ ઈન્ડિઝનાં વિવિયન રિચર્ડ્સ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબરે છે, જેમણે 1976 કેલેન્ડર વર્ષમાં 1710 રન બનાવ્યા હતા.
Joe Root has his current innings + up to four more remaining in 2021.
Where on this list does he end up? #Ashes pic.twitter.com/2PFwAwmRmu
— 7Cricket (@7Cricket) December 10, 2021
આ પણ વાંચો – છેતરપિંડી / ટીમ ઈન્ડિયાનાં આ પૂર્વ ક્રિકેટર સાથે થઇ ઓનલાઈન છેતરપિંડી, પોલીસે તપાસ શરૂ કરી
બ્રિસ્બેનનાં ગાબા મેદાન પર રમાઈ રહેલી આ ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસની રમતનાં અંત સુધીમાં ઈંગ્લેન્ડે બીજી ઇનિંગમાં બે વિકેટે 220 રન બનાવ્યા હતા. ડેવિડ મલાન 80 અને રૂટ 86 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. બન્નેએ અત્યાર સુધી ત્રીજી વિકેટ માટે 159 રનની ભાગીદારી નોંધાવી છે. અગાઉ, ટ્રેવિસ હેડે 148 બોલમાં 152 રન બનાવ્યા હતા, જેનાથી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 425 રન બનાવીને 278 રનની લીડ મેળવી હતી. આ રીતે પ્રથમ ઇનિંગમાં 147 રન બનાવનાર ઈંગ્લેન્ડ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 58 રન પાછળ છે.
