મધ્યપ્રદેશનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દોડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેમા તેમની સાથે દોડી રહેલા નેતાજી અચાનક પડી જાય છે. ગુરુવારે ત્રણ દિવસનાં રોકાણ પર પોતાના વતન આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આશા વ્યક્ત કરી કે આ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ હશે અને ડિસેમ્બર 2022માં તૈયાર થઈ જશે. પ્રથમ મેચ જાન્યુઆરી-2023માં રમાઈ શકે છે.
આ પણ વાંચો – સુરત / ધોરણ-12 નાં વિદ્યાર્થીએ શાળાની ફી ન ભરી શકતા ટૂંકાવ્યુ જીવન
આ દરમિયાન સિંધિયાએ પત્રકારો સાથે વાત કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, જાન્યુઆરી 2023માં આ સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ શકે છે. આ દરમિયાન સિંધિયાએ સ્પ્રિન્ટ પણ લગાવી અને ક્રિકેટ પણ રમી. સિંધિયા સ્પ્રિન્ટ લગાવવા જેવા દોડ્યા કે તુરંત જ એક નેતાજી એકસાથે દોડવાનો પ્રયાસ કરવા લાગ્યા પરંતુ આમ કરતા તેઓ નીચે પડી ગયા. નેતાજીનાં પતનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે ગ્વાલિયર પહોંચ્યા હતા. મધ્યપ્રદેશનાં મંત્રી તુલસીરામ સિલાવતે રાજમાતા વિજયા રાજે સિંધિયા એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કર્યું હતુ. સિંધિયા શંકરપુરમાં બની રહેલા ક્રિકેટ સ્ટેડિયમનાં નિર્માણ કાર્યની સમીક્ષા કરવા અહીંથી સીધા આવ્યા હતા. અહીં તે પિચની સમીક્ષા કરવા માટે બેટ સાથે મેદાન પર ઉતરતા જોવા મળ્યા હતા. કેટલાક બોલ તેઓ ચૂકી ગયા, પરંતુ બાદમાં કેન્દ્રીય મંત્રીએ પોતાના હાથ ચલાવીને લાંબા શોટ લગાવ્યા હતા.
#WATCH | Union Minister Jyotiraditya Scindia inspected the under-construction Gwalior International Cricket Stadium in Shankarpur area of the district, on 9th Dec. During the inspection, the Minister played cricket with officials & party leaders-workers, & also sprinted with them pic.twitter.com/fIQ7MSE0yl
— ANI (@ANI) December 11, 2021
આ પણ વાંચો – દેવાળિયું પાકિસ્તાન / પાકિસ્તાનની પાંચ ફાર્મા કંપનીઓએ ભારતને 2.82 કરોડ રૂપિયા આપવાના બાકી!
સિંધિયાએ મધ્યપ્રદેશમાં ક્રિકેટની પ્રગતિ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, રાજ્યનાં બે ખેલાડીઓ ટીમ ઈન્ડિયાનો ભાગ બનવામાં સફળ રહ્યા છે. સિંધિયાએ ક્રિકેટનાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની ગ્વાલિયરમાં ઐતિહાસિક બેવડી સદીને યાદ કરી અને કહ્યું કે ટૂંક સમયમાં જ શંકરપુર સ્ટેડિયમ ફરીથી ગ્વાલિયરની ક્રિકેટની ભવ્યતામાં પરત ફરતું જોવા મળશે. મને ખાતરી છે કે જાન્યુઆરી 2023માં અમે શંકરપુરમાં બની રહેલા આ સ્ટેડિયમમાં મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનની ક્વોટા આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી શકીશું.
