શિલાન્યાસ/ પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશે : અમિત શાહ

અમદાવાદના સોલા ખાતે ભવ્ય ઉમિયા ધામના નિર્માણ માટે 11થી 13 ડિસેમ્બર- ત્રણ દિવસ માટે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Gujarat
ઉમિયાધામના

અમદાવાદના સોલા ખાતે ઉમિયાધામના નિર્માણ કાર્યને લઈને સોલા ખાતે ત્રણ દિવસ માટે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ દિવસના શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.  જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે દીપ પ્રગોટયથી શરૂવાત કરી હતી..આ મોહત્સવમાં સીએમ ભુપેન્દ્ર પટેલ, રાજ્યપાલ દેવરત આચાર્ય, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ નાયબ મુખમમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રદીપ પરમાર, પાટીદાર સમાજના અગ્રણીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

  • સોલા ખાતે શિલાન્યાસ મહોત્સવનો પ્રારંભ
  • ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરાયો પ્રારંભ
  • 1500 કરોડના ખર્ચે ઉમિયા ધામનું થશે નિર્માણ

અમદાવાદના સોલા ખાતે ભવ્ય ઉમિયા ધામના નિર્માણ માટે 11થી 13 ડિસેમ્બર- ત્રણ દિવસ માટે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. પ્રસંગોચિત સંબોધનમાં અમિત શાહે કહ્યું કે પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશે.

ઉમિયાધામના

ઉમિયાધામના શિલાન્યાસ મહોત્સવ પ્રસંગે પોથી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું. જેમાં 3 હજાર 500 જેટલી પાટીદાર મહિલાઓ જોડાઈ હતી. હાથમાં મશાલ સાથે આ પોથીયાત્રા યોજવામાં આવી. 51 કરોડ જેટલા મા ઉમિયા શરણમ્ મમ.  લખેલા મંત્રોની પોથીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ અન્ય મહાનુભાવોએ પૂજન કર્યું.

મહત્વનું છે કે 74,000 ચોરસ વાર જમીન પર અંદાજે રૂ. 1500 કરોડના ખર્ચે મા ઉમિયાધામનું નિર્માણ થવાનું છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે 13 માળની બે અલગ-અલગ હોસ્ટેલનું પણ નિર્માણ થશે. જેમાં 400થી વધારે રૂમ બનાવવામાં આવશે. અને 2000થી વધારે વિદ્યાર્થી, વિદ્યાર્થિનીઓ રહી શકશે. ઉમિયા ધામમાં રહેવાની તેમજ ભોજનની પણ સુવિધા હશે. આધુનિક વિશ્રાંતિ ગૃહ અને અન્નપૂર્ણા ભવન બનાવાશે. સાથે સાથે મેડિકલ સેન્ટરનું નિર્માણ કરાશે.

ઉમિયાધામના

અમિત શાહેમાં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેવા માટે ઉમિયાધામ ઊંઝાના ટ્રસ્ટીગણે આપેલ નિમંત્રણ બદલ આભાર ની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે રૂ. 1500 કરોડના ખર્ચે મંદિર સાથે અનેકવિધ સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ અહીં ધમધમતી થશે. માત્ર મંદિર જ નહિ પણ પાટીદાર સમાજ ઉત્કર્ષની પણ પગદંડી બનશે. આ શિલાન્યાસ એ શ્રધ્ધા, ભક્તિ અને ઉત્કર્ષના સંકલ્પનો શિલાન્યાસ છે. તેઓએ 51 કરોડ જેટલા “માં ઉમિયા શરણમ મમ” ના મંત્રો લખીને માંની ભક્તિનું દિવ્ય વાતાવરણનું સર્જન કરનાર સર્વેને સાધુવાદ પાઠવ્યા હતા. ઉમિયાધામ ઊંઝાના પ્રમુખ મણીભાઈ પટેલને જૈફ વયે પણ તેમની સમાજ સેવાની લગન અને પ્રતિબદ્ધતા માટે અભિનંદન પાઠવયા હતા. અંતમાં ઉપસ્થિત સર્વેને અપીલ કરતા કહ્યું હતું કે કોરોના સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે ત્યારે તેમની સામે લડવાનો, બચવાનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ રસીકરણ છે. આપણે સૌ રસીનો બીજો ડોઝ લઈએ અને અન્યોને પણ લેવડાવીએ, વિશ્વના સૌથી મોટા રસીકરણ કાર્યક્રમમાં સહયોગ આપીએ અને સંપૂર્ણ ગુજરાત સ્વસ્થ રહે તે માટે કટિબદ્ધ બનીએ.

ઉમિયાધામ સંસ્થા સર્વે સમાજને સાથે રાખીને કામ કરતી સંસ્થા છે. અંબાજી, બહુચરાજી સહિત ઉમિયા ધામ સંસ્થા પણ મદદરૂપ થાય છે. અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. ભોજનાલય પણ બનાવવામાં આવશે. રહેવાની હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર ભવ્ય મંદિર બનશે. 255 ફૂટ,160 ફૂટ અને 132 ફૂટ શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય. 51 હજાર કરોડના મંત્રો સાથે પોથીયાત્રા નીકળશે. અમદાવાદમાં 74 હજાર વાર સાથે ભવ્ય વ્યવસ્થા ઊભી કરાઈ છે. નાગરશૈલીની પ્રાચીન થીમ પર 255,160 અને 132 ફૂટના શિખર કળશ સાથેનું ભવ્ય મંદિર બનશે. મંદિરમાં ક્યાંય લોખંડ નહીં વપરાય. 51 હજાર કરોડ મંત્રો સાથેની પોથીયાત્રા આજે નીકળી હતી

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  500 કરોડના ખર્ચે મંદિર બનવા જઈ રહ્યું છે. આ સંસ્થા અમદાવાદનું હૃદય છે. ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ સહિતની નવી ઈમારતો બનાવવામાં આવશે. સમાજનાં 1200 કરતાં પણ વધુ દીકરા-દીકરીઓ માટે સ્કૂલથી લઈને માસ્ટર ડીગ્રી સુધીની વ્યવસ્થા કરાશે. સૌને સાથે રાખીને કડવા પાટીદારો આગળ ચાલી રહ્યા છે.  300 કરોડનો ખર્ચ કરીને સૌથી પહેલા હોસ્ટેલ, ભોજનાલય,શિક્ષણ અને આરોગ્ય સંકુલ બનાવવામાં આવશે. આ માટે દેશ-વિદેશમાંથી અનેક દાતાઓનો સહકાર મળ્યો છે. અત્યારસુધીમાં 60 કરોડનું દાન ઊંઝા ઉમિયાધામને મળ્યું છે, જ્યારે 65 કરોડ રૂપિયા સંસ્થાન પાસે છે.

લોકોને કોરોનાની રસી લેવા માટે અમિત શાહે અપીલ કરી
અમિત શાહે તેમના મતક્ષેત્રમાં આકાર લઇ રહેલા આ મંદિર અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિના કેન્દ્ર માટે આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને તમામ દાતાઓને હદયથી ધન્યવાદ પાઠવ્યા હતા. નિર્માણાધિન આ મંદિર સમગ્ર ગુજરાતમાં શ્રધ્ધાનું કેન્દ્ર બનશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.