રાજકોટ/ CISFની ભરતી માટેની તૈયારી કરતા યુવાને નિવૃત્ત SRPમેન પિતાની બંદુકથી કર્યો આપઘાત

ઘનશ્યામસિંહ ચુડાસમાએ પુત્રને સારવાર મળી રહે તે માટે 108ને જાણ કરી હતી પરંતુ યુવરાજસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

Gujarat Rajkot

  ગુજરાતમાં  દિવસે ને દિવસે  ગુનાખોરીના કેસો વધતાં જોવા મળી રહ્યા છે  ત્યારે  રાજકોટ  શહેરમાં  એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવાને પોતાના પિતાની બંદુકમાંથી ભડાકો કરી આપઘાત કરી લેતા પરિવારમાં શોક નો માહોલ જોવા  મળી રહ્યો છે .

મળતી  માહિતી મુજબગાયત્રીનગર શેરી નંબર 5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા નામના 21 વર્ષના ગરાસીયા યુવાને ગત મોડીરાતે પોતાના ઘરે બંદુકથી ફાયરિંગ કરી આપઘાત કર્યો છે. યુવરાજસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મોત નીપજતા ભક્તિનગરના એએસઆઇ ફિરાજભાઇ શેખ અને મહિરસિંહ બારડ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડયો છે.

આ પણ વાંચો ;India vs South Africa / દક્ષિણ આફ્રિકા સીરીઝ પહેલા ભારત માટે આવ્યા ખરાબ સમાચાર

યુવરાજસિંહ ચુડાસમા સીઆઇએસએફમાં ભરતી થવા માટે તૈયારી કરતા હતા. ગતરાતે પરિવારજનો સુતા ત્યારે પોતે ટીવી જોયા બાદ સુઇ જશે તેમ કહ્યું હતું. રાતે એકાદ વાગે ઘરમાં એકાએક બંદુકમાંથી થયેલા ફાયરિંગના અવાજઓથી પરિવારજનો જાગી ગયા હતા ત્યારે યુવરાજસિંહ લોહીલુહાણ થઇ ઢળી પડેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા પરિવારજનો આઘાતમાં સરકી ગયા હતા.

ઘનશ્યામસિંહ ચુડાસમાએ પુત્રને સારવાર મળી રહે તે માટે 108ને જાણ કરી હતી પરંતુ યુવરાજસિંહ ચુડાસમાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાથી ભક્તિનગર પોલીસને આપઘાતના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. એક બહેન અને એક ભાઇમાં નાના યુવરાજસિંહ ચુડાસમાના આપઘાતથી પરિવારમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

આ પણ વાંચો ;વારાણસી / ક્રૂઝથી લલિતા ઘાટ પહોંચ્યા PM મોદી, ગંગામાં આસ્થાની લગાવી ડૂંબકી