Ashes series/ જોશ બટલરે હવમાં ઉડીને સુપરમેન સ્ટાઇલમાં કર્યો કેચ, જુઓ આ Video

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સીરીઝનાં ભાગ રૂપે એડિલેડમાં રમાઈ રહેલી ડે/નાઈટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનાં વિકેટકીપર જોસ બટલરે અકલ્પનીય કેચ ઝડપ્યો હતો.

Sports
જોશ બટલર

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સીરીઝનાં ભાગ રૂપે એડિલેડમાં રમાઈ રહેલી ડે/નાઈટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડનાં વિકેટકીપર જોસ બટલરે અકલ્પનીય કેચ ઝડપ્યો હતો. ખાસ વાત એ હતી કે તેણે હવામાં ડાઇવ કરતી વખતે એક હાથથી આ શાનદાર કેચ પકડ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો – Ashes series / ઓસ્ટ્રેલિયાનાં આ બેટ્સમેને રચ્યો ઈતિહાસ, તોડ્યો ડોન બ્રેડમેનનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ સીરીઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાઈ રહી છે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ પહેલા ઘણુ બધું થયું છે. ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટન પેટ કમિન્સ કોવિડ સંક્રમિત વ્યક્તિનાં સંપર્કને કારણે આઈસોલેશનમાં છે અને આ મેચમાં રમી રહ્યા નથી. તેમના સ્થાને સ્ટીવ સ્મિથ ટીમનું સુકાન સંભાળી રહ્યા છે અને ટ્રેવિસ હેડને ટીમનાં વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વળી, લાંબા સમયથી રાહ જોઈ રહેલા માઇકલ નાસેરને આખરે ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. આ બધુ મેચની શરૂઆત પહેલા થયુ હતુ. સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન ટીમ ઇચ્છતી હતી કે તે સારી શરૂઆત કરે, પરંતુ ઈંગ્લેન્ડનાં વિકેટકીપર જોસ બટલરે તેની આશા પર પાણી ફેરવી દીધું હતુ. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ધીમી હતી અને તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. માર્કસ હેરિસ અને ડેવિડ વોર્નરની જોડી સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસન સામે સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન ઈંગ્લેન્ડને સફળતા મળી. બ્રોડે આઠમી ઓવરનાં ત્રીજા બોલ પર હેરિસને પેવેલિયનમાં પહોંચાડ્યો હતો. હેરિસ માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો પરંતુ તેની વિકેટ લેવામાં વિકેટકીપર જોસ બટલરનો મોટો હાથ હતો. બટલરે જે કેચ પકડ્યો તે આસાન નહોતો. બ્રોડ હેરિસને રાઉન્ડ ધ વિકેટ પર બોલિંગ કરી રહ્યો હતો, તેણે હેરિસને શોર્ટ બોલ નાખ્યો જેના પર તેણે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના ગ્લોવ્ઝ સાથે અથડાયો અને પાછળ ગયો. બટલરે તુરંત જ તેની જમણી બાજુએ ફુલ લેન્થ ડાઈવ હિટ કેચ લીધો અને હેરિસને પેવેલિયન તરફ લઈ ગયો.

આ પણ વાંચો – ક્રિકેટ / વેસ્ટ ઇન્ડિઝ ટીમના 5 સભ્યો કોરોના પોઝિટિવ આવતાં પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણી સ્થગિત…

એડિલેડમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં સ્ટીવ સ્મિથ કેપ્ટનશીપ કરી રહ્યો છે. કારણ કે નિયમિત ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ કોરોના સંક્રમિત વ્યક્તિનાં સંપર્કમાં આવ્યા બાદ આ ડે/નાઈટ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે એડિલેડની એક રેસ્ટોરન્ટમાં કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિનાં સંપર્કમાં આવ્યો હતો. સ્મિથ 2018 પછી પ્રથમ વખત ટેસ્ટમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેણે છેલ્લે 2018માં કેપટાઉન ટેસ્ટમાં કાંગારૂ ટીમની કેપ્ટનશીપ કરી હતી જ્યારે બોલ ટેમ્પરિંગની ઘટના બની હતી. જેમાં ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ અને કેમરન બેનક્રોફ્ટને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.