Not Set/ ફરીથી પ્રિન્સ ઓફ કોલકાતાની બગડી તબિયત, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ

બીબીસીઆઈ પ્રમુખ અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત ફરી કથળી છે. સૌરવ ગાંગુલીને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યું છે. સૌરવ ગાંગુલીએ આજે ​​છાતીમાં અચાનક દુ:ખાવોની ફરિયાદ કરી હતી,

Top Stories Sports

બીબીસીઆઈ પ્રમુખ અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત ફરી કથળી છે. સૌરવ ગાંગુલીને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે તાજેતરમાં એન્જીયોપ્લાસ્ટી કરાવ્યું છે. સૌરવ ગાંગુલીએ આજે ​​છાતીમાં અચાનક દુ:ખાવોની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે, 2 જાન્યુઆરીએ, સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થતાં કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. હકીહતમાં છેલ્લી વખત જ્યારે તે ઘરમાં જીમમાં ટ્રેડમિલ લઈ રહ્યા હતા, ત્યારે તેમને છાતીમાં દુખાવો થયો હતો.

આ પછી, તેમને પાંચ દિવસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલી પછી તેમના મોટા ભાઈ સ્નેહાશીષ ગાંગુલીને પણ એન્જીયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી. કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં તેમનું એન્જીયોપ્લાસ્ટી કરાવવામાં આવી હતી.

ગઈ વખતે ગાંગુલીની તબિયત બગડી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંગુલીની પત્ની ડોના સાથે વાત કરી હતી અને ગાંગુલીના સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તે પહેલા હોમ મિનિસ્ટર અમિત શાહે પણ ફોન કરીને ખબરઅંતર પૂછ્યા હતા.

ગાંગુલીને 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારબાદ આરામ લેવાના સવાલ પર તેણે મીડિયાને કહ્યું હતું કે, બોડી જેમ રિએક્ટ કરશે, તેમ કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો