Not Set/ ઝાંબીયા-ઇસ્ટ આફ્રિકાથી આવેલા 2 મુસાફરોનો ઓમિક્રોન વેરીયન્ટ પોઝીટીવ

કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કારણે દુનિયાભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન વેરીયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો, આજરોજ વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના બે પોઝીટીવ કેસ સામે આવ્યો છે

Gujarat Vadodara

કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના કારણે દુનિયાભરમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે. રાજ્યમાં ઓમિક્રોન વેરીયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. આજરોજ વડોદરામાં કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના બે પોઝીટીવ કેસ સામે આવતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાંપ્રથમ વખત ઓમિક્રોન વાયરસને લઇને નોન હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવ્યા હોવાની ઘટના વડોદરામાં બની છે. જે ખરેખર ચિંતાનજક વાત છે. આગામી રવિવારે ગ્રામ પંચાયત અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ચુંટણી યોજાનાર છે. હવે લોકોએ ભીડમાં જતા પહેલા વધારે તકેદારી રાખવી પડશે તે નક્કી છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવતા લોકો જ ઓમિક્રોન વેરિયન્ટના શિકાર બને છે. પરંતુ વડોદરામાંં નોંધાયેલા બે કેસ કંઇક અલગ જ ઇશારો કરે છે. આવા કપરા સમયે લોકોએ વધારે તકેદારી રાખવી જરૂરી બને છે.

કોરોનાની બીજી લહેર પર કાબુ મેળવ્યા બાદ દુનિયા ત્રીજી વેવ સામે લડવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાં તો કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ સામે આવ્યો હતો. ઓમિક્રોન વેરીયન્ટ અગાઉના વેરીયન્ટની સરખામણીએ વધારે ઝડપથી ફેલાતો હોવાના કારણે દુનિયાભરમાં ભારે ચકચાર મચાવી છે. હાલ અનેક દેશોએ તો ઓમિક્રોન વેરીયન્ટના ભયથી વિદેશથી આવતા લોકો માટે નો ઓન્ટ્રી જાહેર પણ કરી દીધી છે. તમામ દેશો પોત પોતાની રીતે કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટથી બચવા તકેદારીના પલગા લઇ રહ્યા છે. આવી સ્થિતીમાં વડોદરામાં ઓમિક્રોન વેરીસન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

રાજ્યમાં કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટનો પહેલો કેસ જામનગરમાં નોંધાયો હતો. જામનગરમાં વિદેશથી આવેલા પુરૂષને કોરોના થયા બાદ તેના પરિજનો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. જેને કારણે તમામને કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ચુસ્ત દેખરેખ હેઠળ સારવારમાં મુકવામાં આવ્યા હતા. આજરોજ વડોદરા માટે માઠા સમાચાર આવ્યા છે. આજરોજ ઝાંબીયા – ઇસ્ટ આફ્રિકાથી આવેલા 2 મુસાફરોનો ઓમિક્રોન વેરીયન્ટ પોઝીટીવ આવ્યો છે. બંને નોન હાય રિસ્ક કંન્ટ્રીઝમાંથી આવે છે. અત્યાર સુધી દેશમાં આવેલા ઓમિક્રોન પોઝીટીવ કેસો હાઇ રિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા મુસાફરોના આવ્યા હતા.

ઓમિક્રોનથી કોરોના પોઝીટીવ પેશન્ટ 67 વર્ષના મહિલા અને 75 વર્ષના પુરૂષ હોવાનું પ્રાપ્ત થયું છે. બંનેને અહિંયા આવ્યા બાદ ક્વોરન્ટાઇન કરાયા હતા. અને સેમ્પલને ગાંધીનગર જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. 12 તારીખે આરટીપીસીઆર રૂટીન પોઝીટીવ આવ્યો હતો. જેથી તેમના નમુના તપાસાર્થે ગાંધીનગર મોકલવાયા હતા. આજરોજ સાંજે રિપોર્ટ આવ્યો હતો. જેમાં ઓમિક્રોન પોઝીટીવ હોવાની પુષ્ટિ થઇ છે. નોન હાઇરિસ્ક કંન્ટ્રીમાંથી આવેલા લોકો કોરોનાના ઓમિક્રોન પોઝીટીવ આવતા હવે સ્થાનિક વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.