ગ્રા.પં.ની ચૂંટણીને દોઢ કલાક પૂર્ણ
દોઢ કલાકમાં સરેરાશ 6 ટકા મતદાન
શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા યથાવત
સાંજે છ વાગ્યા સુધી થશે મતદાન
વહેલી સવારથી લોકો મતદાનમાં જોડાયા
આજે ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાન શાંતિપૂર્ણ થઇ રહ્યું છે. શરૂઆતના દોઢ કલાકમાં સરેરાશ મતદાન 6 ટકા મતદાન થયું છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો લોકો વહેલી સવારમાં ઠંડીના માહોલમાં પણ લાંબી કતારોમાં ઉભા રહીને મતદાન કરવા લોકો ઉત્સુક જોવા મળ્યા હતા.
આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છીય બનાવ ન બને તેના માટે તંત્ર સજ્જ છે. રાજ્યમાં અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો તારવવામાં આવ્યા છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે અતિસંવેદનશીલ મતદાન કેન્દ્રો પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે તંત્ર સજ્જ થયું છે.
રાજ્યની 8684 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ છે. આ ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાઇ રહ્યો છે. જ્યારે 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે
