Not Set/ સુરતમાં પતિએ પત્નીને માથામાં કુકર મારી ઉતારી મોતને ઘાટ

પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા નિપજાવી હતી. શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની કુકર મારતા બ્રેઈન હેમરેજ થતા મોત નિપજ્યું હતું.

Gujarat Surat
પત્નીની હત્યા
  • સુરતમાં પતિએ કરી પત્નીની હત્યા
  • પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી હત્યા
  • પત્નીને કુકર મારી હત્યા નિપજાવી
  • પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપ્યો

સુરતમાં પતિએ ચારિત્ર્ય પર શંકા કરી પત્નીની હત્યા નિપજાવી હતી. શહેરના અમરોલી વિસ્તારમાં પતિએ પત્નીની કુકર મારતા બ્રેઈન હેમરેજ થતા મોત નિપજ્યું હતું. આરોપી પતિએ હોસ્પિટલમાં શરૂઆતમાં પત્ની પડી જતા ઈજા થઈ હોવાની વાત કરી હતી. જો કે હોસ્પિટલના સ્ટાફને ઈજાના નિશાન પરથી શંકા જતા પોલીસને જાણ કરી હતી. આ ઘટનામાં પત્નીનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસ બોલાવવામાં આવી, જો કે પોલીસે આરોપીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સંખેડાના કાવીઠાનાં સરપંચ ઉમેદવાર એશ્રા પટેલ સામે ફરિયાદ, જાણો શું છે મામલો

આ ઘટના મામલે આરોપી પતિએ પોતાના રહેઠાણનું એડ્રેસ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારનું બતાવ્યું હોવાથી પુણા પોલીસ દોડી આવી હતી. બાદમાં ઘટના અમરોલી વિસ્તારમાં બની હોવાથી પુણા પોલીસે અમરોલી પોલીસને જાણ કરી હતી. પોલીસે પતિની પૂછપરછ કરી જેમાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં આવેશમાં આવી પતિએ પત્નીને માથામાં કૂકર મારી દીધું હતું.

માથામાં કુકર મારી પતિ જ પત્નીને હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીને બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. હોસ્પિટલ સ્ટાફને શંકા જતા પોલીસને બોલાવાઈ. પોલીસે તપાસ કરતા હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પતિની અમરોલી પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો ગુન્હો નોંધી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ પણ વાંચો :કોરોના કાળમાં મૃત્યુ પામેલા મૃતકોને અપાઈ અનોખી શ્રદ્ધાંજલિ, સ્મશાનમાં કરાયું…

પીએમ રિપોર્ટમાં હત્યાની પુષ્ટિ થઈ હતી. જેમાં માથામાં કૂકર મારવાને કારણે બ્રેઇન હેમરેજ થતા મોત થયું હતું. વધુમાં પોલીસે જણાવ્યું કે મૃતક 22 વર્ષીય આરતી પટેલ સૂરજ સાથે ભાગી ગઈ હતી અને છેલ્લા 6 વર્ષથી પતિ-પત્ની તરીકે બન્ને ઉત્રાણ હળપતિવાસમાં રહેતા હતા. છેલ્લા 15 દિવસથી પતિ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારઝૂડ કરતો હતો.

આ પણ વાંચો : પાટણમાં બાબરી ચંદરાણીના સરપંચ ઉમેદવારનું મોત, પરિવારમાં છવાયો શોક

આ પણ વાંચો :હિંમતનગરમાં જર્મનીનો દુલ્હો અને રશિયાની દુલ્હને કર્યા હિન્દુ રીતિ-રિવાજથી લગ્ન

આ પણ વાંચો :અમદાવાદ બાદ હવે રાજકોટની શાળાના 4 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ