Viral Video/ ક્રિસમસનાં દિવસે ટ્રેનને સંપૂર્ણ રીતે લાઇટથી સજાવવામાં આવી

વીડિયોમાં એક ટ્રેનને સંપૂર્ણ રીતે ક્રિસમસ લાઇટથી સજાવવામાં આવી છે. જી હા, હવે લોકોને આ ‘અદ્ભુત’ નજારો પસંદ આવી રહ્યો છે. આ શાનદાર વીડિયો IAS ઓફિસર ડૉ. એમ. વિ. રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

Videos
લાઇટ્સ ટ્રેન

આજે નાતાલનો અનોખો દિવસ છે. ખ્રિસ્તીઓ આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં ખાસ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે રીતે ભારતમાં હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે, તેવી જ રીતે નાતાલ પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.

આ પણ વાંચો – Interesting / શખ્સે બનાવી એવી જીપ, ચાલુ કરવા માટે મારવી પડે છે કિક, Video

આ દિવસે લોકો પોતાના ઘર, દુકાનો વગેરેને રોશનીથી શણગારે છે અને પ્રકાશ ફેલાવે છે. હવે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ લિસ્ટમાં એક વીડિયો સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. આ વીડિયોમાં એક ટ્રેનને સંપૂર્ણ રીતે ક્રિસમસ લાઇટથી સજાવવામાં આવી છે. જી હા, હવે લોકોને આ ‘અદ્ભુત’ નજારો પસંદ આવી રહ્યો છે. આ શાનદાર વીડિયો IAS ઓફિસર ડૉ. એમ. વિ. રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ક્રિસમસ લાઇટ્સથી શણગારેલી સ્ટીમ એન્જિન ટ્રેન’. તમે જોઈ શકો છો કે તેમણે કેપ્શન દ્વારા પણ જણાવ્યું છે કે આ વીડિયો ક્યાંનો છે. વાસ્તવમાં, તેમના કહેવા મુજબ, આ અદભૂત દૃશ્ય યુકેનાં હેમ્પશાયરનો છે.

આ પણ વાંચો – OMG! / 60 વર્ષની દાદી સામે 20 વર્ષની પૌત્રીનું ફિગર પણ લાગે છે ફિક્કુ, વિશ્વાસ ન આવે તો જોઇ લો Photos

તમે જોઈ શકો છો કે ડૉ.એમ.વી. રાવ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 5 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આ સિવાય ઘણા લોકોએ આ વીડિયો પર શાનદાર કોમેન્ટ્સ પણ કરી છે. આ વીડિયો જોઈને એક યુઝરે લખ્યું છે, ‘સર ખૂબ જ સુંદર’, જ્યારે અન્ય એક યુઝરે પણ લખ્યું છે, ‘ખૂબ સરસ! અદ્ભુત’. આવી જ રીતે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘મને લાગ્યું કે આ હેરી પોર્ટરનો સીન છે’. આ રીતે એક પછી એક અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આવી રહી છે.