રાજયમાં ગઈકાલ સાંજથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. જેમાં રાજયના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાંજથી માવઠાનો વરસાદ શરૂ થયો છે અને આજે સવારે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મોરબી જિલ્લામાં પણ માવઠું થયું છે. માવઠાના કારણે ઠંડીનું પ્રમાણ જોરદાર રીતે વધી જવા પામ્યું છે.
આ પણ વાંચો:Covid-19 / કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી
ત્યારે રાજકોટમાં આજે વહેલી સવારથી ઝરમર વરસાદથી રસ્તાઓ પર પાણી પાણી ની સ્થિતિ જોવા મળી હતી .વરસાદ સાથે ઠંડીનું જોર હોવાને લીધે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે .હવામાન વિભાગની આગાહી હોવા છતાં રાજકોટ યાર્ડના સત્તાધીશોએ ગઇકાલે 1 લાખ મગફળીની ગુણીની આવક કરી હતી. પરંતુ આજે વરસાદથી મગફળી પલળતા સત્તાધીશોની બેદરકારીથી થયેલી નુકસાની ખેડૂતોએ વેઠવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે .
આ પણ વાંચો:સંબોધન / કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સોનિયા ગાંધીએ સંબોધનમાં શુ કહ્યું જાણો વિગત…..
ગાઢ ધુમ્મસ અને વરસાદને કારણે વહેલી સવારે 6.30 વાગ્યે આવતી એર ઇન્ડિયાની મુંબઇની ફ્લાઇટ રાજકોટ ઉતરાણ કરી શકી નહોતી અને ચક્કર લગાવી પરત ફરી હતી. હવે ક્યારે આવશે તે પણ નક્કી નથી. સ્પાઇસ જેટની ફલાઇટ પણ એક કલાક મોડી પડી હતી. ઇન્ડિગોની ફ્લાઇટને પણ વરસાદ અને ઝાકળની અસરની શક્યતા છે.
રાજકોટમાં ઠંડીનું પ્રમાણ વધતા લોકોના જીવન પર અસર થતી જોવા મળી રહી હતી.આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વરસાદી માહોલ જામ્યો હોવાનું મળ્યું હતું. મહત્વનુ છે કે કમોસમી વરસાદથી રોગચાળો ફાટી નીકળવાની શ્ક્યતા લોકોમાં જોવા મળી રહી હતી.
આ પણ વાંચો:કોંગ્રેસ સ્થાપના દિવસ / સોનિયા ગાંધી લહેરાવવા ગયા પાર્ટીનો Flag, પણ થયુ કઇંક આવુ, Video
