તાજેતરમાં, બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી મૃણાલ ઠાકુર તેમની આગામી ફિલ્મ જર્સીના પ્રમોશનમાં વ્યસ્ત હતા. શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર જર્સી 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહેલા ફેન્સને આંચકો લાગ્યો છે. કારણ કે તાજેતરમાં જ ફિલ્મ મેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર સામે આવતા જ શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુરના ચાહકો ચોંકી ગયા હતા. હાલમાં આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત થવાની બાકી છે. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો :ગુર્જર સમાજની માંગ, રિલીઝ પહેલા દેખાડવામાં આવે પૃથ્વીરાજ, જાણો શું કહ્યું-કરણી સેનાએ
તાજેતરમાં જ એવી માહિતી મળી છે કે શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ જર્સીની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી છે. શાહિદ કપૂરની ફિલ્મ આ વર્ષે 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી. પણ હવે એવું નહીં થાય. દર્શકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ હવે તેમની રાહ વધી ગઈ છે. ફિલ્મ મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી શકે છે. ભારતમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે તાજેતરમાં દિલ્હીમાં થિયેટરોને બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. કદાચ કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે ફિલ્મ મેકર્સે આ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
#Xclusiv… #BreakingNews… #Jersey POSTPONED… WON'T RELEASE ON 31 DEC… New date will be announced shortly… Industry talk that #Jersey will be Direct-to-OTT release is FALSE. pic.twitter.com/1MBwsSdWCC
— taran adarsh (@taran_adarsh) December 28, 2021
આ પણ વાંચો :બિકીની પહેરીને હનીમૂન એન્જોય કરતી જોવા મળી શ્રદ્ધા આર્યા, જુઓ વીડિયો
શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર અભિનીત આ ફિલ્મ તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રિમેક છે. વર્ષ 2019માં જ્યારે તેલુગુ ફિલ્મ જર્સી રીલિઝ થઈ ત્યારે તેને દક્ષિણમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ જર્સીની હિન્દી રિમેકમાં શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહિદ કપૂર ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. આ બે સ્ટાર્સની સાથે આ ફિલ્મમાં પંકજ કપૂર પણ જોવા મળ્યો છે.
આ પણ વાંચો :આ નિર્માતાએ ખરીદ્યા રાજેશ ખન્નાની બાયોપિકના રાઇટ્સ, હવે લીડ રોલ પર બંધાયું છે સસ્પેન્સ
આ પણ વાંચો :છૂટાછેડા પછી પહેલીવાર સાથે સ્પોટ થયા સામંથા અને નાગા ચૈતન્ય, જુઓ આ ફોટો
આ પણ વાંચો :સલમાન ખાનની જૂની એડ ફિલ્મ થઈ રહી છે વાયરલ, આ ફેમસ સિંગર સાથે મળ્યો જોવા
