ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સુપરસ્પોર્ટ પાર્ક, સેન્ચુરિયન ખાતે રમાઈ હતી, જેમાં ભારતનો 113 રને વિજય થયો હતો. ટીમ ઈન્ડિયા માટે આ જીત ઘણી રીતે ખાસ હતી. એક તરફ ભારત સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ જીત નોંધાવનારો પ્રથમ એશિયન દેશ બન્યો, તો બીજી તરફ વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકામાં ભારત માટે સૌથી વધુ ટેસ્ટ જીત સાથે કેપ્ટન બન્યો.
https://twitter.com/KohlifiedGal/status/1476777381222236160?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1476777381222236160%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Find-vs-sa-virat-kohli-and-rahul-dravid-dancing-with-the-hotel-staff-5165543%2F
આ પણ વાંચો – Bye Bye 2021 / વર્ષ 2021 માં ભારતનાં આ ત્રણ બેટ્સમેને ટીમ માટે સૌથી વધુ T20I રન બનાવ્યા
વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતે અહીં બીજી ટેસ્ટ જીતી હતી. આ પહેલા રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની (એમએસ ધોની)નાં નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ધરતી પર 1-1 ટેસ્ટ જીતી હતી. હવે વિરાટ કોહલી તેના નેતૃત્વમાં બીજી ટેસ્ટ જીતીને નંબર-1 ભારતીય કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીત બાદનો હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે. જેમાં ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી હોટલ સ્ટાફ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી સાથે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 305 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં યજમાન ટીમ તેની બીજી ઈનિંગમાં માત્ર 191 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં કેએલ રાહુલની એકમાત્ર સદી હતી જેણે 123 રન બનાવ્યા હતા.
https://twitter.com/exx_cricketer/status/1476564751203241987?s=20
આ પણ વાંચો – Cricket / દ.આફ્રિકાનાં પૂર્વ ઓલરાઉન્ડરનું મોટું નિવેદન, કહ્યુ- 2021 માં ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શન રહ્યુ શાનદાર
બન્ને ટીમો વચ્ચે 3 જાન્યુઆરીથી જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ મેચ રમાશે, જેને દક્ષિણ આફ્રિકાની ટીમ બચાવવાનો પ્રયાસ કરશે. સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ 11-15 જાન્યુઆરી વચ્ચે કેપટાઉનમાં રમાશે, ત્યારબાદ ODI સીરીઝ શરૂ થશે.
