Viral Video/ વાઘ અને ભાલુ વચ્ચે થઇ જબરદસ્ત Fight, અંતે જે થયુ તે જોઇ તમે ચોંકી જશો

તમે લડાઇ તો ઘણી જોઇ જ હશે પરંતુ ક્યારે પણ વાઘ અને ભાલુની લડાઇ જોઇ નહી હોય. અમે તમને અહી જંગલનાં આ બે Angry Animal નો ફાઇટ કરતો વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ.

Videos
વાઘ અને ભાલુ

તમે લડાઇ તો ઘણી જોઇ જ હશે પરંતુ ક્યારે પણ વાઘ અને ભાલુની લડાઇ જોઇ નહી હોય. અમે તમને અહી જંગલનાં આ બે Angry Animal નો ફાઇટ કરતો વીડિયો બતાવવા જઇ રહ્યા છીએ. જેમા કોની જીત થાય છે અને કોણ પીછે હઠ કરે છે તે જોયા બાદ તમે જરૂર ચોંકી જશો.

આ પણ વાંચો – OMG! / લગ્નની પહેલી રાત્રિએ જ દુલ્હાને ખબર પડી કે દુલ્હન છે 5 મહિનાની ગર્ભવતી, પછી જે થયુ તે વાંચો

તમે ઘણીવાર બે પ્રાણીઓને એકબીજા સાથે લડતા જોયા હશે. આવા વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જોવા પણ મળે છે. વાઘ વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે, તે તેના શિકારને છોડતો નથી. અન્ય પ્રાણીઓ પણ તેની સાથે પંગો લેવામાં ડરતા હોય છે. પરંતુ લેટેસ્ટ વીડિયોમાં ટાઈગરે હાર સ્વીકારી લીધી અને લડાઈ અધવચ્ચે જ છોડી દીધી. વીડિયોમાં વાઘ અને ભાલુ વચ્ચે ખુલ્લા મેદાનમાં લડાઈ થઈ રહી છે. બન્ને લાંબા સમય સુધી એકબીજા પર હુમલો કરે છે, પરંતુ અંતે તેનું કોઈ પરિણામ મળતું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે વાઘ પહેલા ભાલુ પર હુમલો કરે છે. પરંતુ રીંછ પણ બિલકુલ હાર માની લેવાનાં મૂડમાં નથી. બન્ને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા રહે છે. લાંબી લડાઈ પછી વાઘ અધવચ્ચે જ લડાઈ છોડીને જંગલ તરફ જાય છે અને એકાંતમાં બેસી જાય છે. વિરોધી તરફથી જવાબ ન મળતા ભાલુ પણ પોતાના રસ્તે ચાલી જાય છે.

આ પણ વાંચો – વડોદરા પ્રાદેશિક કમિશનર સમક્ષ /  વિપક્ષી નેતા સલીમ પાનવાલાની લઘુમતી વિસ્તારોની વિકાસની ઉપેક્ષાઓ સામે ગંભીર રજુઆત કરી..!!

ટાઇગર અને ભાલુ વચ્ચેની લડાઈનો આ વીડિયો પત્રકાર બોસ્કી ખન્નાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું કે, કલ્પના કરો કે લડાઈ કોણ જીત્યું. આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.