પ્રહાર/ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે PM મોદી વિશે શું કહ્યું ,જાણો વિગત

કૃષિ કાયદાઓને લઈને મોદી સરકાર પર સતત પ્રહાર કરી ચૂક્યા છે. જો કે તેમણે કૃષિ કાયદાની વાપસી બાદ પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા

Top Stories India

મેઘાલયના ગવર્નર સત્યપાલ મલિક કૃષિ કાયદાઓને લઈને મોદી સરકાર પર સતત પ્રહાર કરી ચૂક્યા છે. જો કે તેમણે કૃષિ કાયદાની વાપસી બાદ પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા, પરંતુ ફરી એકવાર તેમણે વડાપ્રધાન પર સીધો પ્રહાર કર્યો છે. સત્યપાલે કહ્યું કે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયો ત્યારે પીએમ ખુબ ઘમંડમા હતા અને મારી સાથે તેમની બોલાચાલી પણ થઇ હતી.

 મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક રવિવારે હરિયાણાના દાદરીમાં ખેડૂતોના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.  આ જ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે જ્યારે હું ખેડૂતોના મુદ્દે વડાપ્રધાનને મળવા ગયો ત્યારે પાંચ મિનિટમાં તેમની સાથ શાબ્દિક લડાઇ થઇ ગઇ હતી.  જ્યારે મેં તેમને કહ્યું કે અમારા 500 ખેડૂતો મૃત્યુ પામ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે મારા લીધે મર્યા છે  મેં કહ્યું કે તમારા લીધે જ મૃત્યુ પામ્યા હતા તમે રાજા બન્યા છો. ત્યારે તેમણે કહ્યું કે તમે અમિત શાહને મળી લો ત્યારે  હું અમિત શાહને મળ્યો.

મલિકે કહ્યું કે તેઓ રાજ્યપાલ, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. પરંતુ નિવૃત્તિ બાદ તેમની પાસે રહેવા માટે પોતાનું ઘર નથી. હંમેશા પ્રમાણિકતાથી કામ કર્યું છે અને એ જ મારી તાકાત  છે. મલિકે કહ્યું કે આ શક્તિના કારણે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચામાં ઉતરી ગયો હતો.