કૌભાંડ/ યુવરાજસિંહે ઉર્જા ભરતી કૌભાંડ મામલે લગાવ્યા ગંભીર આરોપ,સરકારે તપાસની આપી બાહેંધરી

યુવરાજ સિંહે ફરી એકવાર અનેક પુરાવા સાથે એક ભરતી મામલે  આક્ષેપ કર્યા છે. ઉર્જા વિભાગની ભરતી મામલે લાખો રૂપિયા લેવાયા હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે

Top Stories Gujarat

ઉર્જા વિભાગની ભરતીમાં તપાસ થશે
ઉર્જાવિભાગના અગ્રસચિવની ખાતરી
મમતા વર્મા છે ઉર્જાવિભાગના અગ્રસચિવ
ઉર્જાવિભાગમાં ભરતી માટે લાખો રૂપિયા લીધાનો આક્ષેપ
એક જ ગામના 18 લોકોને અપાઇ નિયુક્તિ
આંદોલનકારી નેતા યુવરાજસિંહે પુરાવા સાથે કર્યો પર્દાફાશ

આદોલનકારી નેતા યુવરાજ સિંહે ફરી એકવાર અનેક પુરાવા સાથે એક ભરતી મામલે  આક્ષેપ કર્યા છે. ઉર્જા વિભાગની ભરતી મામલે લાખો રૂપિયા લેવાયા હોવાની વાતનો પર્દાફાશ કર્યો છે. યુવરાજ સિંહે ઉર્જા વિભાગની ભરતી મામલે ગંભીર આરોપ લગાવ્યા છે.

યુવરાજ સિંહે ઉર્જા વિભાગની ભરતીની પરીક્ષામાં કૌભાંડ થયાના ગંભીર આરોપ લગાવતાં કહ્યું કે, આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે ધનસુરાના શિક્ષક અને બાયડના અવધેશ પટેલની આ કૌભાંડમાં સંડોવણી છે. બાયડમાં ટ્યુશન ક્લાસ ચલાવતો અજય પટેલ કૌભાંડ ચલાવે છે.

આ કૌભાંડ દ્વારા કોને કોને લાભ લીધો છે, તેઓનું નામ પણ તેમણે લીધુ છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયંક પટેલ, આંચલ પટેલ, પ્રદિપ પટેલ, બાબુ પટેલ, જીગીશા પટેલ, ધ્રુવ પટેલ ભરતી કૌભાંડનો લાભ લીધો છે, તેમ યુવરાજસિંહે જણાવ્યું છે. એક જ ગામના 18 યુવાનોએ કૌભાંડ કરી સરકારી નોકરી મેળવી છે. જ્યારે જેટકોની પરીક્ષામાં મિતુલ પટેલે ભરતી કૌભાંડનો લાભ લીધો છે.

ઉમેદવારો પાસેથી રૂપિયા લઈ તેઓની ભરતી કરવામાં આવે છે. શરૂઆતમાં ટોકન અને ત્યાર બાદ નોકરી મળતા પુરૂ કરાતુ હોવાનો આરોપ યુવરાજસિંહે લગાવ્યો છે. કૌભાંડ આચરનાર અને કૌભાંડ કરી રહેલા લોકોના પુરાવા હોવાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. સાથે જ યુવરાજસિંહે સ્પષ્ટતા કરી છે કે અમે સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવા નથી માગતા. આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. SITની રચના કરી તમામ સ્પાર્ધાત્મક પરીક્ષાઓની તપાસ કરવામાં આવે તેવી માંગ યુવરાજ સિંહે કરી છે.