- દેશમાં ઓમિક્રોનથી બીજુ મોત
- 55 વર્ષિય મહિલાનું ઓમિક્રોનથી મોત
- ઓડિશાના બાલનરીની મહિલાનું મોત
દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેવો માહોલ હવે સર્જાયો છે. કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન લોકોમાં ઝડપથી સ્પ્રેડ થઇ રહ્યો છે. ત્યારે સતત વધી રહેલા કેસ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓડિશાનાં બાલનરીમાં એક મહિલાનું ઓમિક્રોનથી મોત થયુ છે.
આ પણ વાંચો – IND vs SA 2nd Test Analysis / ટીમ ઈન્ડિયાને વિરાટ કોહલીની પડી ખોટ, રાહુલ કેપ્ટનશિપમાં નિષ્ફળ.. જાણો હારના પાંચ મોટા કારણો
આપને જણાવી દઇએ કે, ઓમિક્રોનનો કહેર ઝડપથી વધવા લાગ્યો છે. હવે નવા વેરિઅન્ટે દેશમાં વધુ એક મોતને બીજું જીવન લીધું છે. જણાવી દઈએ કે ઓડિશાના બોલાંગીરમાં ઓમિક્રોનથી 55 વર્ષીય મહિલાનું મોત થયું હતું. અગાઉ, રાજસ્થાનનાં ઉદયપુરમાં એક 73 વર્ષીય વ્યક્તિનું નવા વેરિઅન્ટથી મૃત્યુ થયું હતું. તેની પાસે કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ પણ નહોતો. જણાવી દઈએ કે, 27 ડિસેમ્બરનાં રોજ સંબલપુર જિલ્લામાં સ્થિત વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR)માં મહિલાનું મૃત્યુ થયું હતું. પરંતુ હવે જાણવા મળ્યું છે કે મહિલાને ઓમિક્રોનથી ચેપ લાગ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. અગલપુર ગામનાં રહેવાસી આ દર્દીએ વિદેશ પ્રવાસ કર્યો ન હતો. ગયા મહિને તેમને સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને 20 ડિસેમ્બરે બાલાંગીરની ભીમા ભોઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બોલાંગીરનાં સીડીએમઓ સ્નેહલતા સાહુએ જણાવ્યું કે બે દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાને સંબલપુરનાં બુરલાના વિમસરમાં રિફર કરવામાં આવી હતી. તેમની તબિયત બગડ્યા બાદ તેમનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યો હતો. બીજા દિવસે એટલે કે 23 ડિસેમ્બરે મહિલા કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
Odisha| 50-year-old woman, a resident of Agalpur in Bolangir district who had tested positive for Omicron variant of #COVID19, had died on Dec 27 last year in a Sambalpur hospital & her genome sequencing report was made available on Wednesday: Bolangir CDMO Snehalata Sahoo(06.01) pic.twitter.com/iWQkhHe6Cq
— ANI (@ANI) January 7, 2022
આ પણ વાંચો – જમ્મુ-કાશ્મીર / બડગામના ચદૂરામાં એન્કાઉન્ટર, અનેક આતંકીઓ ફસાયા હોવાના અહેવાલ
કોરોના સંક્રમિત થયા બાદ, ઓમિક્રોનની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જ્યાં મહિલા નવા વેરિઅન્ટથી પીડિત હોવાનું જાણવા મળ્યું હતું. ચાર દિવસ પછી, 27 ડિસેમ્બરે, મહિલાનું અવસાન થયું. વળી, રાજસ્થાનનાં ઉદયપુરનાં લક્ષ્મી નારાયણ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિનું પણ ઓમિક્રોનથી મૃત્યુ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં સચિવ લવ અગ્રવાલે પણ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, તપાસમાં મૃતકનાં શરીરમાં ઓમિક્રોનની હાજરી મળી આવી હતી.
