Festival/ વડોદરાનાં બજારમાં ઉતરાયણની ખરીદી લોકોને પડી રહી છે મોંઘી, 25 ટકા ભાવ વધારો ઝીંકાયો

રાજ્યમાં ઉતરાયણની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી લોકો આ તહેવારને કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઉજવી રહ્યા છે.

Top Stories Dharma & Bhakti Navratri 2022
પતંગ માર્કેટ
  • વડોદરામાં ઉતરાયણને ગણતરીના દિવસો
  • બજારમાં જામ્યો ખરીદીનો માહોલ
  • ભાવ વધારાની અસર ઉતરાયણ પર પડશે
  • 25 ટકા જેટલા ભાવ વધારાનો નાગરિકોને કરવો પડશે લાંબો
  • 5 રૂ.થી લઇ 2000 રૂપિયા સુધી મળી રહ્યા છે ચરખા
  • પતંગ 50 થી લઇ 1000 રૂ સુધીની પતંગો વેચાઈ રહી

રાજ્યમાં ઉતરાયણની લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી લોકો આ તહેવારને કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઉજવી રહ્યા છે. જો કે આ વખતે કોરોનાની અસર માર્કેટમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

આ પણ વાંચો – વારાણસી / કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓ અને સેવાકર્મીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ખાસ ભેટ મોકલી,. જાણો શું છે તે ભેટ?

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ડિસેમ્બરથી લોકો પતંગ ઉડાવવાનું શરૂ કરી દેતા હોય છે. જો કે આ વખતે કોરોના તમારી આ તહેવારને મજા બગાડી શકે છે. વળી કોરોના મહામારીનાં કારણે આજે માર્કેટમાં ભાવ વધારો પણ ચરમસીમાંએ પહોંચી ગયો છે. જણાવી દઇએ કે, વડોદરામાં ઉતરાયણનાં દિવસની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, ત્યારે વડોદરાનાં બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. પરંતુ આ ખરીદીમાં ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. માર્કેટમાં 25 ટકા જેટલો ભાવ વધારો ઝીંકાતા સામાન્ય નાગરિક ચોંકી ગયો છે. વળી આ વખતે માર્કેટમાં 5 રૂપિયાથી લઇને 2 હજાર સુધી ચરખા મળી રહ્યા છે. વળી પતંગ 50 રૂપિયાથી લઇને 1000 રૂપિયા સુધીનાં વેચાઇ રહ્યા છે. પહેલાથી જ મોંઘવારીની માર ખાઇ રહેલા સામાન્ય નાગરિકો માટે હવે ઉતરાયણ જેવો તહેવારની ખરીદી કરવી પણ મુશ્કિલ બની ગઇ છે. એક બાજુએ દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસ અને બીજી બાજુએ વધી રહેલી મોંઘવારી કેવી રીતે તેનાથી દૂર થવાય તે પણ હવે સામાન્ય નાગરિક માટે એક મોટી ચિંતા બની ગઇ છે.

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

આ ઉત્તરાયણનાં તહેવારમાં લોકો અમુક પ્રતિબંધ સાથે પતંગ ઉડાવવાની મજા લઇ શકશે. આ વખતે રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેટર્નનાં ઉત્પાદન, વેચાણ, ચાઈનીઝ માંઝા, પ્લાસ્ટિકની દોરીનાં ઉત્પાદન અને વેચાણ પર, પતંગ ઉડાડવામાં એનો ઉપયોગ કરવા, સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય એવી દોરી, ચાઈનીઝ માંઝાનાં ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, નવી દિલ્હીના હુકમ અન્વયે પતંગ ચગાવવાના, અન્ય સિન્થેટિક માંઝા, સિન્થેટિક કોટિંગ કરેલી હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી, ચાઈનીઝ માંઝા પર પ્રતિબંધ મુકાયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…