Not Set/ પતંગ પકડવા જતાં બાળક પાંચમાં માળેથી નીચે પટકાયો, થયું મોત

સુરત છેવાડે આવેલા ભાઠાગામ વિસ્તારમાં આવેલા વીર સ્વસ્તિક હાઉસમાં ત્રીજા માળે રહેતો રોહિત ડામોર જે ભાઠાગામના સરકારી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ..

Gujarat Surat
પતંગ

14 જાન્યુઆરી એટલે ઉતરાયણનો દિવસ, પણ બાળકોને આ તહેવારનો એટલો બધો શોખ હોય છે કે મહિના અગાઉ પતંગ દોરા લાવી ધાબા પર ચડી જાય છે. ઉત્તરાયણના દિવસે તો પરિવાર હાજર હોય છે માટે ખતરો ઑછો છે પણ સાદા દિવસોમાં નાના બાળકને પંતગ ચગાવવા એકલો મૂકવો એ ખૂબ જ જોખમ ભર્યું કામ છે. અને સુરતમાં પાછલા 10 દિવસમાં બીજી એવી દુ:ખદ ઘટના બની છે જેમાં પતંગ ચગાવવાના ચક્કરમાં બાળકે જીવ ગુમાવ્યો હોય. શનિવારના રોજ સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં પતંગ પકડવા જતા એક બાળક પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું.

આ પણ વાંચો :સંતરામપુરની હાઇસ્કૂલમાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, વિદ્યાર્થીની માતાએ લગાવ્યો આ આરોપ

મળતી માહિતી અનુસાર, શહેરના છેવાડે આવેલા ભાઠાગામ વિસ્તારમાં આવેલા વીર સ્વસ્તિક હાઉસમાં ત્રીજા માળે રહેતો રોહિત ડામોર જે ભાઠાગામના સરકારી સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરે છે. શનિવારે રોહિત વીર સ્વસ્તિક હાઉસના ધાબા ઉપર પોતાના મોટાભાઈ જોડે રમી રહ્યો હતો, ત્યારે તેણે ધાબા ઉપર ફસાયેલું પતંગ પકડવા માટે દોડતા પાંચમાં માળેથી નીચે પટકાયો હતો. જે બાદ તેને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ લાવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. આ બાબતે ઈચ્છાપુર પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

આ બાબતે રોહિતના પિતા રમેશભ ડામોર જણાવ્યુ કે, હું અને મારી પત્ની મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવીએ છીએ. શનિવારે મને ફોન આવ્યો કે આ રીતે બન્યું છે. રોહિતને 108માં સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. એટલે હું અને મારી પત્ની સિવિલ પહોંચ્યાં ત્યાં તેની સારવાર ચાલી રહી હતી અને ત્યારબાદ મેં મારી પત્નીને ઘરે મોકલી આપ્યો અને રાતે 9 વાગે ડોક્ટરે કહ્યું કે તેનું મોત થઇ ગયું છે. રોહિત નાનો છે, તે ધોરણ-2 માં અભ્યાસ કરે છે, તેનો મોટોભાઈ ધોરણ-5માં અભ્યાસ કરે છે. બન્ને એક જ સ્કૂલમાં છે. ભાઠાના સરકારી સ્કૂલમાં જ છે. હાલ આ બાબતે પોલીસે પણ અમારા ઘરે પહોંચી છે અને કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો :કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ, ધારાસભ્ય મયૂર રાવલ જોવા મળ્યા માસ્ક વગર

ઉલ્લેખનીય છે કે 30મી ડિસેમ્બરના રોજ સુરતના અડાજણ વિસ્તારમાં એક છ વર્ષના બાળકે ધાબા પર પતંગ ચગાવતી વખતે સંતુલન ગુમાવ્યું અને પાંચમા માળેથી નીચે પડી ગયુ હતું. દુર્ભાગ્યવશ તે બાળકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમામ લોકોને અને ખાસકરીને બાળકોના માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે આ પ્રકારની દુર્ઘટનાઓ બને નહીં તેની ખાસ કાળજી રાખો. બાળક ધાબા પર પતંગ ચગાવવા જાય તો તેની સાથે કોઈ એક વડીલ હાજર હોય તે સુનિશ્ચિત કરો.

આ પણ વાંચો :અમદાવાદ સિવિલના 29 ડૉકટરો કોરોના સંક્રિમત,તમામ તબીબો હોમ આઇસોલેટ

આ પણ વાંચો :રાજયમાં કાતિલ ઠંડીનો માર, ઉત્તરાયણ બાદ 16 થી 18 જાન્યુ.માવઠાની આગાહી

આ પણ વાંચો : ગુજરાતના આ ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત જાણો વિગત…