અમદાવાદ મનપાના વિપક્ષ નેતાનું નામ જાહેર
શહેઝાદ ખાન પઠાણ બન્યા નવા વિપક્ષ નેતા
માત્ર ઔપચારિક જાહેરાત બાકી
આવતીકાલે નિમણૂંક પત્ર પહોંચાડવામાં આવશે
મનપા સેક્રેટરી ઓફિસમાં નિમણૂંક પત્ર પહોંચાડાશે
4 કોર્પોરેટરોના નિવેદનની લેવાઈ ગંભીર નોંધ
કોંગ્રેસે 4 કોર્પોરેટરને પાઠવી કારણ દર્શક નોટિસ
પક્ષમાં ગેરશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે: હાઈકમાન્ડ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા માટે હાઇવોલટેજ ડ્રામા બાદ આખરે શહેઝાડ ખાન પઠાણના નામ પર મહોર લગાવવામાં આવી છે.વિરોધ પક્ષના નામ તરીકે તેમનું નામ આગળ ચાલી રહ્યું હતું તેમણે અનેક હરિફોને હરાવીને આ પદ મેળવ્યું છે, હાલ તેમના નામ પાઇલ ગણવામાં આવે છે,માત્ર ઐૈાપચારિકતા બાકી છે.આવતીકાલે સત્તાવાર રીતે તેમની જાહેરાત કરી દેવામાં આવશે,તેમને નિણમૂણ પત્ર પણ મોકલી દેવામાં આવશે. આ નિણમૂક પત્ર મનપા સેક્રટરી ઓફિસમાં મોકલવામાં આવશે, જે 4 કોર્પોરેટરે તેેમના નામ પર હંગામો મચાવ્યો હતો તેમની સામે ગેરશિસ્ત મામલે કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.
આ મામલે કોંગ્રેસ હાઇકમાન્ડે વિરોધ કરનારાઓ સામે લાલ આંખ કરી હતી અને ભાવિમાં આવુ નહી કરવા કડક આદેશ આપ્યા છે, શહેજાદ ખાન બનશે આગામી વિરોધ પક્ષના નેતા.
કોણ છે શહેઝાદ ખાન પઠાણ?
શહેઝાદ ખાન માત્ર 21 વર્ષની વયે પહેલી વખત કોર્પોરેટર બન્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાથી બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે અને દાણીલીમડા વિસ્તારમાંથી ત્રીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટણી જીત્યા છે. દેશમાં સીએએ વિરોધી પ્રદર્શનો વખતે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જેલમાંથી મ્યુનિસિપલ બોર્ડની મિટિંગ ભરવા ગયા હતા. આ વખતની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં તેમણે AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈશીના વખાણ કર્યા હતા. ઔવેશીએ શહેઝાદ ખાન વિરૂદ્ધ કોઈ પણ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો
