Not Set/ સુરક્ષામાં ખામીની તપાસ કોણ કરશે ? આજે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ આદેશ આપશે. બુધવારે, સુપ્રીમ કોર્ટ આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે

Top Stories India

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ આદેશ આપશે. બુધવારે, સુપ્રીમ કોર્ટ આ મામલાની તપાસ માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય સંભળાવે તેવી શક્યતા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કમિટિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ રિટાયર્ડ જજ કરી શકે છે. નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિ 5 જાન્યુઆરીએ પીએમ મોદીની મુલાકાત દરમિયાન સુરક્ષામાં ખામીના મામલાની તપાસ કરશે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચ સમિતિની રચના સાથે સંબંધિત આદેશો આપશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન પંજાબ સરકારને ફટકાર લગાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે તમે નક્કી નથી કરી શકતા કે ભૂલ થઈ છે કે નહીં, તો પછી તમે કોર્ટમાં કેમ આવ્યા? સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરશે. કોર્ટે આ સમિતિમાં ડીજીપી ચંદીગઢ, આઈજી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને એડીજીપી પંજાબને સામેલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર અને પંજાબ સરકારને તેમની સંબંધિત તપાસ રોકવાનો આદેશ પણ આપ્યો હતો. છેલ્લી સુનાવણીમાં, SCએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને PMની મુલાકાતનો રેકોર્ડ સુરક્ષિત રાખવા કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે,  આ મામલો 5 જાન્યુઆરીનો છે. જ્યારે પીએમ મોદી પંજાબમાં ચૂંટણી રેલીને સંબોધવા ફિરોઝપુર જઈ રહ્યા હતા. દેખાવકારોએ રસ્તો બંધ કરી દીધો, તેના કાફલાને પ્યારેના ગામમાં ફ્લાયઓવર પર 15 થી 20 મિનિટ માટે રોકવાની ફરજ પડી, ત્યારબાદ તે ભટિંડા પરત ફર્યા. ગૃહ મંત્રાલયે તેને ગંભીર ભૂલ ગણાવી છે. જો કે, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ તેને સુરક્ષામાં ખામી ગણવાનો ઇનકાર કર્યો હતો.