Not Set/ દિલ્હીમાં આજે કોરોનાના નવા 27 હજારથી વધુ કેસ,40 દર્દીના મોત

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 27561 કેસની પુષ્ટિ થઈ છે.

Top Stories India

દિલ્હી અને મુંબઈમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 27561 કેસની પુષ્ટિ થઈ છે. આ સાથે, ચેપ દર વધીને 26.22 ટકા થઈ ગયો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે બુધવારે 40 દર્દીઓના મોત થયા છે અને 14 હજાર 957 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા છે. હાલમાં શહેરમાં 87445 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મુંબઈમાં આજે 16 હજાર 420 નવા કેસની પુષ્ટિ થઈ છે અને સાત દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ચેપમાંથી 14 હજાર 649 દર્દીઓ સાજા થયા છે.

દિલ્હીમાં મંગળવારે 21259, સોમવારે 19166, રવિવારે 22751, શનિવારે 20181, શુક્રવારે 17335 અને ગુરુવારે 15097 કેસની પુષ્ટિ થઈ હતી.દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીની હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી દાખલ કોવિડ-19 દર્દીઓની સંખ્યા સ્થિર છે, જે દર્શાવે છે કે કોરોના વાયરસની વર્તમાન લહેર ચરમસીમાએ પહોંચી ગઈ હોઈ શકે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચેપ દર અથવા કેસ દ્વારા વર્તમાન લહેરની આગાહી કરી શકાતી નથી. હોસ્પિટલમાં દાખલ થવાનો દર એ અગ્રણી સૂચક છે. મંત્રીએ કહ્યું, “અમને જાણવા મળ્યું છે કે છેલ્લા ચાર-પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા સ્થિર છે અને માત્ર 2200 બેડ પર દર્દીઓ છે. 85 ટકા બેડ ખાલી છે.”