શેર બજારમાં સતત બીજા દિવસે પણ માર્કેટ ડાઉન રહ્યું છે. આજે એટલે કે 5 ઓક્ટોબરે સેન્સેક્સ 964 પોઈન્ટ ઘટ્યો છે. RBI નાં નિર્ણય બાદ શેર માર્કેટ તૂટ્યું છે અને રૂપિયો ડોલર સામે 74 રૂપિયા પર પહોચ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી અને એ દર 6.50% જ રાખ્યો છે. નિફ્ટીમાં પણ ઘટાડો થયો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 34,313 રહ્યો હતો જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 10,272 પર રહ્યો હતો. માર્કેટમાં ઉતાર ચડાવ થતાં રહેતા હતા. મોટી કંપનીઓ જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોર્કોપ, મારુતિ સુઝુકી, ભરતી એરટેલ, એચડીએફસી બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટસ, એક્સીસ બેંક, પાવરગ્રીડ વગેરે કંપનીના શેર 4.75% સુધી ઘટી ગયા હતા. ગુરુવારે સેન્સેક્સ 806.47 પોઈન્ટ્સ નીચે ગબડીને 35,169.16 પોઈન્ટ્સ પર બંધ થયો હતો જયારે નિફ્ટી 259 પોઈન્ટ્સ નીચે જઈને 10,599.25 પોઈન્ટ્સ પર બંધ થયો હતો.
રાજ્ય દ્વારા ચલાવાતી ઓઈલ કંપનીઓનાં શેર પર વેચાણનું પ્રેશર હતું કારણકે સરકારે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2.50 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે.
