ઉત્તર પ્રદેશનાં વરિષ્ઠ પત્રકાર કમાલ ખાનનું અવસાન થયું છે. તેમના નજીકનાં લોકોએ જણાવ્યું કે, કમાલને સવારે લગભગ 7.30 વાગ્યે હાર્ટ એટેક આવ્યો હતો. કમાલ ખાન બે દાયકાથી પત્રકારત્વમાં હતા. પ્રિન્ટ મીડિયામાં લાંબા સમય સુધી કામ કર્યા પછી, તેમણે NDTV સાથે તેમની ટીવી કારકિર્દીની શરૂઆત કરી અને અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહ્યા. તેઓ સમાચાર રજૂ કરવાની તેમની વિશિષ્ટ શૈલી અને ભાષા માટે ખૂબ જ લોકપ્રિય હતા.
આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ
કમાલ ખાનનાં નિધનથી પત્રકારત્વ જગતમાં શોકની લહેર છે. કમાલ ખાનનાં જૂના મિત્ર અને વરિષ્ઠ પત્રકાર શ્રવણ કુમાર શુક્લાએ કમાલ ખાનનાં આકસ્મિક નિધન પર શોક અને આઘાત વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે કમાલ તેમના નામની જેમ એક અદ્ભુત વ્યક્તિ હતા. તે ખૂબ જ સહજ અને સરળ વ્યક્તિ હતા. વરિષ્ઠ પત્રકાર બ્રિજેશ મિશ્રાએ ટ્વીટ કર્યું, “પ્રસિદ્ધ પત્રકાર કમાલ ખાન જીનું નિધન ખૂબ જ દુઃખદ છે. તેમની ગેરહાજરી પત્રકારત્વ જગત માટે મોટી ખોટ છે. મોડી રાત સુધી તેમણે પોતાની ફરજ નિભાવવાનું ચાલુ રાખ્યું હતું. સિનિયર મોસ્ટ જર્નાલિસ્ટ હોવા છતાં તેમણે ક્યારેય ફિલ્ડમાં રિપોર્ટિંગ કરવાનું છોડ્યું નથી. સમાચાર રજૂ કરવાની તેમની શૈલી દેશભરનાં પત્રકારોને પ્રેરણા આપે છે. અલવિદા.” સમાજવાદી પાર્ટીએ ટ્વીટ કર્યું કે, “ખૂબ જ દુઃખદ! એનડીટીવીનાં વરિષ્ઠ સંવાદદાતા જનાબ કમાલ ખાન સાહબની ખોટને પૂરી શકાય તેમ નથી. દિવંગત આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવારનાં સભ્યો પ્રત્યે ઊંડી સંવેદના. હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.”
