મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં એક ખાનગી બસ અનિયંત્રિત હઝકર નદીમાં ખાબકી હતી.આ આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા અને 19 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ કંટ્રોલરૂમ પાસેથી મળેલી માહિતી અનુસાર બુધવાર-ગુરુવારની મધ્યવર્તી રાત્રે આશરે એક વાગ્યે ઈન્દોરથી છત્રપુર જતી ખાનગી બસ બેકાબૂ હઝકર રીછન નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં છ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 19 લોકો ઘાયલ થયાં હતાં, જેમાંથી નવની હાલત ગંભીર છે અને તેમને ભોપાલ રીફર કરાયા છે. જ્યારે 10 ઇજાગ્રસ્ત મુસાફરો રાયસેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટના રાજધાનીથી આશરે 40 કિલોમીટર દૂર બની હતી. ઈન્દોરથી છત્રપુર જઇ રહેલી બસમાં 45 મુસાફરો હતા. પુલ પરથી પસાર થતી વખતે બસ બેકાબૂ નદીમાં પડી હતી. અકસ્માતની માહિતી મળતા પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને બધાને બહાર કાઢવામાં આવ્યા હતા.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click
https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
