દુનિયામાં પ્રેમથી વધુ સુંદર કંઈ હોઈ શકે નહીં. પરંતુ પ્રેમની અભિવ્યક્તિનો પણ પોતાનો અર્થ છે. આ જ કારણ છે કે આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને અનોખી રીતે પ્રપોઝ કરવાના રસ્તા શોધે છે. જેથી તે આ સુંદર લાગણીને કાયમ યાદ રાખી શકે. આવી સ્થિતિમાં, પ્રપોઝના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. જે લોકોને ખૂબ જ ગમે છે.
આ પણ વાંચો :પાણીમાંથી પ્લાસ્ટિક હટાવતો જોવા મળ્યો હંસ, ક્યારે ખુલશે આપણી આંખ?
આ દિવસોમાં આ પ્રપોઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પેરિસમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરતો જોઈ શકાય છે. આ વ્યક્તિએ ખૂબ જ ગુપ્ત રીતે ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો પ્લાન બનાવ્યો હતો. વાસ્તવમાં, તે વ્યક્તિએ ગર્લફ્રેન્ડને એ પણ જાણવા ન દીધું કે તે તેને આ ખાસ રીતે પ્રપોઝ કરવા જઈ રહ્યો છે.
વાયરલ ક્લિપ શુક્રવારે @goodnews_movement નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી હતી. વીડિયોમાં પ્રેમી-પ્રેમિકા એકબીજા સાથે પીઠ ટેકવીને ઉભેલા જોઈ શકાય છે. આવું એટલા માટે થયું કારણ કે પેરિસ ગયેલા વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને એફિલ ટાવરની સામે કપલ ફોટોશૂટ માટે કહ્યું હતું.
https://www.instagram.com/reel/CYt3eHPFZrJ/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો : યુવકે સ્ટ્રીટ ડોગ્સ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, લોકોએ કહ્યું- દિલ જીતી લીધું તમે…
વીડિયોમાં દેખાતી વેલેન્સિયાને પહેલા ફોટોશૂટ માટે મનાવી લેવામાં આવી હતી. આના પર ફોટોશૂટ કર્યા પછી, લૈમરે ઘૂંટણિયે પડીને તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. જ્યારે લૈમરે આ કર્યું ત્યારે વેલેન્સિયા ખૂબ જ ભાવુક જોવા મળો હતી.હવે આ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. હાલમાં આ રોમેન્ટિક વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને 3.2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ પણ વાંચો :દુલ્હાએ આ રીતે સાસુ પર વરસાવ્યો પ્રેમ, પછી જીતી લીધું દુલ્હનનું દિલ – જુઓ વીડિયો
આ પણ વાંચો :ડાન્સ કરતાં કરતાં દુલ્હાને લઈને સ્ટેજ પર પડી દુલ્હન, વીડિયો જોઈને ખૂબ હસ્યા લોકો
આ પણ વાંચો :નદીમાં ન્હાતા ઠંડીથી બચવા માટે એક વ્યક્તિએ કર્યું એવું કે, વીડિયો જોઈને ઘૂમી ગયું લોકોનું દિમાગ
