છેલ્લા ઘણા દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાર પર્વતીય રસ્તા પર જોવા મળી રહી છે અને તેનો ડ્રાઈવર તેને ખૂબ જ ખતરનાક રીતે યુ-ટર્ન લેતો જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે આ કાર જે રોડ પર યુ-ટર્ન લે છે તેની પહોળાઈ કારની લંબાઈ કરતા ઓછી છે. આમ છતાં કાર ચાલકે ચમત્કારિક રીતે તેને બીજી તરફ વાળી રહ્યો છે.
આ પણ વાંચો – બોમ્બ બ્લાસ્ટ આરોપીઓને મુક્ત કરો / Punjab ચૂંટણી પહેલા 1993 બોમ્બ બ્લાસ્ટના દોષિતને કેમ છોડાવવા માંગે છે બાદલ?
આપને જણાવી દઇએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ડ્રાઈવર કોણ છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વાદળી રંગની કાર એકદમ સાંકડા પહાડી રસ્તા પર દેખાઈ રહી છે અને ત્યાં યુ-ટર્ન લઈ રહી છે. કારની એક તરફ ઊંડી ખીણ દેખાય છે જ્યારે બીજી બાજુ એક પહાડ જેવુ દેખાઇ રહ્યુ છે. આ ડ્રાઈવરનો કાર પરનો કંટ્રોલ એવું જોવામાં આવે છે કે જાણે તે તેના મનનાં ઈશારે કામ કરી રહ્યો હોય. ડ્રાઇવર ખૂબ જ નાનો કટ લે છે અને સ્ટીયરીંગ વ્હીલની સાથે એક્સિલરેટર, ક્લચ અને બ્રેક્સને સારી રીતે નિયંત્રિત કરે છે. પહેલા તે કારને થોડા ઈંચ પાછળ લઈ જાય છે, પછી તેને આગળ લઈ જાય છે અને વાળે છે.અચાનક તે સંપૂર્ણ વળાંક લેતો જોવા મળે છે અને કાર યુ-ટર્ન લઇ લે છે.
The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU
— Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022
આ પણ વાંચો – કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન / લીંબડી ખાતે લગ્ન પ્રસંગમાં સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતો વીડિયો સોશીયલ મીડિયામાં થયો
એક ટ્વિટર યુઝરે વીડિયો શેર કરતાં લખ્યું કે, આ 80 પોઈન્ટ ટર્નનું પરફેક્ટ ઉદાહરણ છે. આ વીડિયો વાયરલ થતા જ લોકોએ પોતાનો પ્રતિભાવ આપવાનુ શરૂ કરી દીધું હતું. કેટલાક લોકોએ કહ્યું કે, આ બહુ જોખમી કામ છે. જો કે કેટલાકને એવી પણ આશંકા છે કે આ વીડિયો એડિટ કરવામાં આવ્યો હોઈ શકે છે. તમને શું લાગી રહ્યુ છે કોમેન્ટ કરીને અમને તમારો વિચાર જણાવી શકો છો.
