Hugged Female Colleague: કેટલીકવાર ઓફિસોમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવતા હોય છે. ક્યારેક એક સહકર્મચારીને બીજા સહકર્મચારીને કારણે ઘણું સહન કરવું પડે છે તો ક્યારેક કંપની પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે. ચીનમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક વ્યક્તિએ તેની મહિલા સહકર્મીને એટલી જોરથી ગળે લગાવી કે તે મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ.
આ ઘટના ચીનના એક શહેરની છે. ટ્રિબ્યુને તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે બંને હંમેશની જેમ સામાન્ય રીતે મળી રહ્યા હતા અને બધા એકબીજા સાથે વાત પણ કરી રહ્યા હતા. તે જ સમયે જ્યારે મહિલા ઓફિસમાં એક સહકર્મી સાથે વાત કરી રહી હતી, ત્યારે અન્ય સહકર્મી તેની પાસે આવ્યો અને તેને મજબૂતીથી ગળે લગાવી.
ગળે લગાવ્યા બાદ મહિલા પીડાથી બૂમ પાડી રહી હતી. લાંબા સમય સુધી તેને છાતીમાં દુખાવો થતો હતો. બાદમાં જ્યારે મહિલા હોસ્પિટલમાં ગઈ ત્યારે જાણવા મળ્યું કે તેના એક નહીં પરંતુ ત્રણ હાડકાં તૂટી ગયાં હતાં. એક્સ-રે સ્કેનથી જાણવા મળ્યું કે મહિલાની ત્રણ પાંસળી તૂટેલી હતી, જેમાંથી બે જમણી બાજુ અને એક ડાબી બાજુ હતી. આ દર્દના કારણે તેને ઓફિસમાંથી રજા પણ લેવી પડી હતી.
રિપોર્ટ અનુસાર જો કે આ મામલો થોડો જૂનો છે, પરંતુ તે ચર્ચામાં આવ્યો કારણ કે હવે તેના પર કોર્ટ તરફથી નિર્ણય આવ્યો છે. મહિલાએ તેના પાર્ટનર સામે આર્થિક નુકસાન માટે નુકસાનીનો દાવો દાખલ કર્યો હતો. જેના પર કોર્ટે આદેશ આપ્યો કે સહકર્મી મહિલાને લગભગ 1.16 લાખ રૂપિયાનું વળતર ચૂકવશે.
આ પણ વાંચો: પંજાબ/ જગદીશ ટાઈટલરની તસવીરવાળી ટી-શર્ટ પહેરીને સુવર્ણ મંદિરની જવા પર હોબાળો, SGPCએ નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો: Leak Videos/ અંજલી અરોડાનો MMS થયો વાયરલ, ઈન્ટાગ્રામ પર લોકોને કહ્યું કે…!!!
આ પણ વાંચો: મહારાષ્ટ્ર/ રાયગઢમાં શંકાસ્પદ બોટ મળી, AK 47 સહિત અનેક હથિયારો મળ્યા, 26/11 જેવા હુમલાનું કાવતરું?
