Photos/ શહનાઝ ગિલે પહેલીવાર કરાવ્યું સાડીમાં ફોટોશૂટ, જાણો ચાહકોએ કોની સાથે કરી તુલના

શહનાઝ ગિલે એ પછી સાબિત કરી દીધું છે કે તે કેટરિના જેવી જ દેખાય છે. વાસ્તવમાં, શહનાઝ ગિલે તેની સાડીમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે,

Trending Entertainment
શહેનાઝ ગિલે

પંજાબી અભિનેત્રી અને પોતાને પંજાબની કેટરિના કૈફ કહેતી શહનાઝ ગિલે એ પછી સાબિત કરી દીધું છે કે તે કેટરિના જેવી જ દેખાય છે. વાસ્તવમાં, શહનાઝ ગિલે તેની સાડીમાં કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને જોઈને શહનાઝ ગિલના ચાહકોએ તેની તુલના ફરી એકવાર કેટરિના કૈફ સાથે કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં કેટરિનાએ પિંક કલરની સાડીમાં તસવીરો પણ શેર કરી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ પણ વાંચો :ટાટા પરિવારની વાર્તા પર બની રહી છે વેબ સિરીઝ, 200 વર્ષનો ઈતિહાસ જોવા મળશે

શહનાઝ ગિલની તસવીરોની વાત કરીએ તો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં શહનાઝ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શહનાઝ ગિલે એક પછી એક એવી ઘણી તસવીરો શેર કરી છે, જેના પર તેના ફેન્સ પ્રેમ વહાવી રહ્યા છે.

https://www.instagram.com/p/CZSH_PisIy9/?utm_source=ig_web_copy_link

તસવીરોમાં શહનાઝ ગિલ લાઇટ બેબી પિંક કલરની શિમર સાડીમાં જોવા મળી રહી છે. શહનાઝે સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ અને ગળામાં હીરાનો હાર પહેર્યો છે, જે તેના લુકને પૂર્ણ કરી રહ્યું છે. શહનાઝે તસવીરો સાથે પોસ્ટમાં લખ્યું છે કે, ‘હું એક ઈચ્છા પૂરી કરી રહી છું. તમને કેવું લાગે છે?.’

શહનાઝ ગિલને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે, જેઓ તેના લુકના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું, ‘શહેનાઝ, તું સુંદર લાગી રહી છે’. બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘શહેનાઝ, તું ખરેખર કેટરિના કૈફ કરતાં વધુ સુંદર લાગે છે.’

શહનાઝ ગિલે હાલમાં જ પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. શહનાઝની તસવીરોમાં તેની સાડી વિશે વાત કરીએ તો તેણે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી છે.

આ પણ વાંચો :નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાનું ડ્રીમ હાઉસ બનાવ્યું, બંગલાનું નામ જાણો કોના નામ પર રાખ્યું

આ પણ વાંચો :વાંધાજનક નિવેદન આપ્યા બાદ શ્વેતા તિવારી માંગી માફી, જાણો શું કહ્યું એક્ટ્રેસે

આ પણ વાંચો :સલમાન ખાનના નવા ગીત ‘ડાન્સ વિથ મી’નું ટીઝર રિલીઝ થયું , જોઈલો તમે પણ….

આ પણ વાંચો :આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી આ દિવસે જોવા મળશે સિનેમાઘરોમાં