- રાજકોટમાં રહી ગઈ ધધુંકાવાળી થતા
- 5 હિન્દુ યુવાઓ પર 25 વિધર્મીઓ દ્વારા હુમલો
- સમાધાન મુદ્દે બોલાવી કર્યો હુમલો
- ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મુદ્દે વિવાદ
- પોસ્ટ ડિલીટ કરવા અપાઈ ધમકી
- હુમલાની ઘટના CCTV માં કેદ
- ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી
ધંધુકા કિશન ભરવાડની હત્યા કેસના મામલામાં અનેક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસને હજુ ન્યાય મળ્યો પણ નથી ત્યાં આવી જ ઘટના રાજકોટથી સામે આવી છે. ઇન્સ્ટાગ્રામમાં ધાર્મિક પોસ્ટ મુદ્દે વિવાદ છેડાતા વિધર્મી 25થી વધુ લોકોએ 5 હિન્દુ યુવાન પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :દાણીલીમડામાં 5 વર્ષના બાળકની હત્યા, કારણ જાણીને તમે પણ રહી જશો દંગ
આપને જણાવી દઈએ કે, આ વિવાદ ઈન્સ્ટાગ્રામમાં મૂકવામાં આવેલી એક ધાર્મિક પોસ્ટને કારણે થયો છે. છે. પોસ્ટ ડિલીટ કરવાનું કહી વિધર્મી લોકો દ્વારા હિન્દુ યુવકને ધમકી આપવમાં આવી હતી. એટલું જ નહીં સમાધાન માટે બોલાવી 25 કરતા વધુ શખ્સોએ પાંચ જેટલા હિન્દુ યુવાનો પર હુમલો કર્યો હતો જેના CCTV પણ સામે આવ્યા છે. આ મામલે ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં આપઘાત, જવાને માથામાં ગોળી મારી કર્યું મોતને વ્હાલું
આ ઘટના બન્યા બાદ હિન્દુ યુવકે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે મેં સોશિયલ મીડિયામાં ભગવાન કૃષ્ણ વિશે પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને વિધર્મી યુવકે ગાળો આપીને ડિલીટ કરવા જણાવ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે તેમ છતાં તેણે પોસ્ટ ડિલીટ ન કરતા મને સમાધાન માટે બોલાવી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યુવક દ્વારા સોશિયલ મીડિયામાં જે પોસ્ટ મૂકવામાં આવી છે, તેમાં એક ધર્મના ભગવાનને અન્ય ધર્મનાં ભગવાન કરતા વધુ શક્તિશાળી બતાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાય રહ્યું છે. ત્યારે અન્ય ધર્મનાં લોકોની લાગણી દુભાતા આ વિવાદ ઉભો થયો છે. જોકે મંતવ્ય ન્યૂઝ આવી કોઈ પોસ્ટને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો :રાજ્યમાં કોલ્ડવેવની આગાહી, બે દિવસ બાદ ઠંડીનું ઘટી શકે છે જોર
આ પણ વાંચો : સમસ્ત અગરિયા સમુદાય દ્વારા મુખ્યમંત્રી,ભાજપ પ્રદેશ પ્રમુખને રજુઆત કરાઈ
આ પણ વાંચો :દસાડા તાલુકામાં વીર શહિદ પરિવારને 12 વર્ષથી સાંથણીની જમીન મેળવવા ધરમધક્કા
