ટીમ ઈન્ડિયાનાં દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુવીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મસ્તીનાં મૂડમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો – ધરપકડ / માન્ચેસ્ટર યુનાઈટેડ ફૂટબોલરની ધરપકડ, ગર્લફ્રેન્ડે લગાવ્યો હુમલો અને શારીરિક શોષણના ગંભીર આરોપ
વીડિયોમાં તે વાંકુચૂકુ મોઢું કરી રહ્યો છે અને ગીત ગાતો પણ જોવા મળી રહ્યો છે. યુવરાજ હાલમાં જ પિતા બન્યો છે. તેની પત્ની હેઝલ કીચે ગયા અઠવાડિયે જ પુત્રને જન્મ આપ્યો હતો. યુવરાજ સોશિયલ મીડિયા પર જે પ્રકારનો આનંદ માણી રહ્યો છે તે આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડનો એક ભાગ બની ગયો છે. યુવીનો વિચિત્ર ચહેરો જોઈને ફેન્સ પણ વિચારમાં પડી ગયા છે. વીડિયોમાં યુવરાજ એક ગીત ગાતો પણ જોવા મળી રહ્યો છે. તે ગીત ગાય છે, ‘કિન્ના સોના તૈનુ રબ ને બનાયા’ જોકે અંતમાં તે પોતે જ કહે છે, ચલ ભાગ જા યહા સે, ગંદી શકલ કે. આ પછી તે હસવા લાગે છે.
https://www.instagram.com/reel/CZSQT8NqSKA/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Tennis Rankings / ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બાર્ટી ટોપ પર યથાવત છે, પુરુષોમાં જોકોવિચે ફરી રેન્કિંગમાં પ્રથમ સ્થાને
અનુભવી ઓલરાઉન્ડર યુવરાજનાં આ વીડિયો પર પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કોમેન્ટ કરી છે. ભજ્જીની સાથે ચાહકો પણ તેના આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘મૂડ સારો થઈ ગયો છે ભાઈ, તને ખૂબ જ પ્રેમ કરું છું જાન.’ વળી, અન્ય એક પ્રશંસકે લખ્યું, ‘જીવનમાં પહેલીવાર તમે સારા દેખાઈ રહ્યા છો.’
Mubarakaaaa munde de peo te maa nuuuuuuu.. buraaaahhhh .. Very happy for you both 👶❤️ https://t.co/OQZWttshk1
— Harbhajan Turbanator (@harbhajan_singh) January 25, 2022
