- દેશમાં કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો યથાવત્
- સતત ત્રીજા દિવસે કોરોના મૃત્યુઆંક વધ્યો
- છેલ્લા 24 કલાકમાં 959 લોકોના કોરોનાથી મોત
- કેસમાં ઘટાડો યથાવત્, નવા 2.09 લાખ કેસ
- દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 18.31 લાખ
- કુલ મોતનો આંક 4 લાખ 95 હજારને પાર
દેશમાં કોરોનાનાં કેસમાં ધીમે ધીમે પણ ઘટાડો થઇ રહ્યો છે. ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોનાનાં સતત ઓછા કેસ સામે આવતા લોકોએ અને ખાસ કરીને સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે.
આ પણ વાંચો – તણાવની સ્થિતિ / યુક્રેનમાં તણાવભરી સ્થિતિમાં ભારતના 18 હજારથી વધુ વિધાર્થીઓ ફસાયા,જાણો વિગત
આપને જણાવી દઇએ કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 2.09 લાખ કેસ નોંધાયા છે. વળી, આ સમયગાળા દરમિયાન 959 લોકો મૃત્યુ પામ્યા હતા. દેશમાં સૌથી વધુ કેસ કેરળમાં છે. અહીં સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ મળી આવ્યા છે. ભારતમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાનો વિષય છે કે સતત ત્રીજા દિવસે મૃત્યુઆંક વધ્યો છે. રવિવારે દેશમાં 893 દર્દીઓનાં મોત થયા, શનિવારે આ આંકડો 871 હતો જે એક ચિંતાનો વિષય જરૂર છે. ભારતમાં કોરોનાનાં કેસ સતત ઘટી રહ્યા છે. સોમવારે 2.09 લાખ કેસ નોંધાયા છે. અગાઉ રવિવારે 2,34,281 નવા કેસ નોંધાયા હતા. વળી, શનિવારે કોરોનાનાં 2,35,532 કેસ નોંધાયા હતા. ભારતમાં સૌથી વધુ ચેપગ્રસ્ત રાજ્યોની વાત કરીએ તો, કેરળમાં સૌથી વધુ 51,570 કેસ છે. આ પછી કર્ણાટકમાં 28,264, મહારાષ્ટ્રમાં 22,444, તમિલનાડુમાં 22,238, આંધ્રપ્રદેશમાં 10,310 કેસ નોંધાયા છે. આ 5 રાજ્યોમાં, દેશનાં કુલ કેસોમાંથી 64.22% કેસ મળી આવ્યા છે. એકલા કેરળમાં 24.57% કેસ જોવા મળ્યા હતા.
India reports 2,09,918 new #COVID19 cases, 959 deaths and 2,62,628 recoveries in the last 24 hours
Active case: 18,31,268 (4.43%)
Daily positivity rate: 15.77%Total Vaccination : 1,66,03,96,227 pic.twitter.com/ZTN2OJXQbE
— ANI (@ANI) January 31, 2022
આ પણ વાંચો – ચેતવણી / બ્રિટન યુક્રેનમાં નાટોની મોટી સંખ્યામાં તૈનાતી કરવાનો વિચાર કરી રહી છે!રશિયાને પ્રતિબંધનો સામનો કરવો પડશે
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 2,62,628 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 3,89,76,122 લોકો સાજા થયા છે. રિકવરી રેટ વધીને 94.37% થયો છે. વળી, સક્રિય કેસ ઘટીને 18,31,268 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 53,669નો ઘટાડો થયો છે.
