સુરેન્દ્રનગર/ ધંધુકામાં હિન્દુ યુવકની કરાયેલી હત્યાના વિરોધમાં લીંબડીમાં આવેદનપત્ર અપાયું

ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન ભરવાડે સોશિયલ મીડિયા માધ્યમથી ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી હતી. આ બાબતે કિશનની અટકાયત કરવામાં આવી હતી

Gujarat

ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન ભરવાડે સોશિયલ મીડિયા માધ્યમથી ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મૂકી હતી. આ બાબતે કિશનની અટકાયત કરવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ સમાજના લોકો વચ્ચે આ મુદ્દે સમાધાન થઈ ગયું હતું. પરંતુ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ધંધુકાના શબ્બીરે અમદાવાદના અયુબ નામના મૌલવી સાથે મુલાકાત કરી હતી.

મૌલવીએ શબ્બીરને હથિયાર આપ્યું હતું. આ હથિયાર વડે ધંધુકામાં કિશનની હત્યા કરવામાં આવી હતી. કિશનની હત્યાના રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. લીંબડી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, દુર્ગા વાહિની સહિત માલધારી સમાજના લોકોએ ડીવાયએસપી કચેરીએ આવેદન આપ્યું હતું. હત્યારાઓને ઝડપી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવી કડકમાં કડક સજા થાય તેવી માગ કરવામાં આવી છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રી હર્ષ સંઘવી, કરણી સેનાના અધ્યક્ષ જે.પી.જાડેજા, આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી સહિતના ચુડા તાલુકાના ચચાણા ગામે આવી મૃતક કિશન ભરવાડના પરિવારજનો સાંત્વના આપી હતી.