આપઘાત/ ગુજરાતમાં અલગ અલગ આપઘાતની ઘટના, બે લોકોએ આ કારણોસર ટૂંકાવ્યું જીવન

મહેસાણામાં શિક્ષિકાના આપઘાતના પ્રયાસ બાદ વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. રાજકોટ અને સુરતમાંથી આપઘાતની ઘટનાઓ સામે આવી છે.

Gujarat Rajkot Surat
આપઘાતની ઘટનાઓ

રાજ્યમાં એક પછી એક આપઘાતના બનાવ સામે આવી રહ્યા છે. કોઈ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યા છે. તો કોઈ આર્થિક ભીસથી કંટાળીને આપઘાતનું પગલું ભરી રહ્યા છે. ત્યારે આવામાં મહેસાણામાં શિક્ષિકાના આપઘાતના પ્રયાસ બાદ વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. રાજકોટ અને સુરતમાંથી આપઘાતની ઘટનાઓ સામે આવી છે.

આ પણ વાંચો :રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ભલે ઘટ્યું પણ આગમી દિવસોમાં શીતલહેરની પૂરી સંભાવના

  • રાજકોટમાં યુવકે કર્યો આપઘાત
  • આર્થિક ભીસથી કંટાળીને કર્યો આપઘાત
  • યુનિ. રોડ ભીડ ભંજન સોસા.ની ઘટના
  • ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી આપઘાતનો આરોપ
  • ડ્રગ્સ પેડલર પર પરિવારજનોએ લગાવ્યો આરોપ

રાજકોટમાં યુવકે આપઘાત કર્યો  હોવાનું સામે આવ્યું છે. આર્થિક ભીસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર ભીડભંજન સોસાયટીમાં રહેતા એક યુવાને આર્થિક ભીંસથી કંટાળીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. યુવકે એક કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલરના ત્રાસથી પગલું ભરી લીધાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મૃતકના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કુખ્યાત મહિલા ડ્રગ્સ પેડલર સુધા ઘરે આવી હતી અને મૃતક યુવક જય સાથે માથાકૂટ કરતી હતી. મહિલા પેટલર સાથે માથાકૂટ થયા બાદ યુવક ચિંતામાં હતો. જે બાદ યુવક જયે વહેલી સવારે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું પરિવારજનોએ જણાવ્યુ છે. આ માંમળે પોલીસની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

  • સુરતના વરાછામાં જ્વેલર્સે કર્યો આપઘાત
  • વ્યાજખોરના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત
  • ક્રિષ્ના જ્વેલર્સના માલિકે દુકાનમાં કર્યો આપઘાત
  • 2 કરોડની વ્યાજખોરો કરતા હતા ઉઘરાણી
  • પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

સુરતના વરાછામાં જ્વેલર્સે આપઘાત કર્યાની ઘટના પ્રકાસમાં આવી છે. બે કરોડ જેવું માથે દેવું થઈ જતાં લેણદારો દ્વારા થતી ઉઘરાણી ના ટેંશનમાં ક્રિષ્ના જ્વેલર્સના માલિકે ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. જ્વેલર્સએ દવા પી લીધી હોવાની જાણ થતા તેમના ભાઈએ તેમને સારવાર માટે તાત્કાલિક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું સોમવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. પોલીસે હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :શિક્ષિકાએ ઘેનની 20 ગોળીઓ ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં લખ્યું…

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલે બજેટને ‘જાહેર મૈત્રીપૂર્ણ’ ગણાવતા કહ્યું- ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરશે

આ પણ વાંચો :મૃતક કિશન ભરવાડના પરિવારની સંતો-મહંતોએ મુલાકાત લઈ સાંત્વના પાઠવી

આ પણ વાંચો : ધંધુકામાં એની પ્રતિમા મૂકવાની સમગ્ર માલધારી સમાજની માંગ છે : વિજય સુંવાળા