સુરેન્દ્રનગર/ પાટડીમાં કિશન ભરવાડની શ્રધ્ધાંજલી સભામાં માનવ મહેરામણ ઉમટ્યો

ધંધુકા કિશન ભરવાડ હત્યાકેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતનાં ગામે ગામ સ્વ.કિશન ભરવાડને શ્રધ્ધાંજલી આપતા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

Gujarat

ધંધુકા કિશન ભરવાડ હત્યાકેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતનાં ગામે ગામ સ્વ.કિશન ભરવાડને શ્રધ્ધાંજલી આપતા કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે યોજાયેલી કિશન ભરવાડની શ્રધ્ધાંજલી સભામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. જેમાં પાટડી શહેર સહિત તાલુકાભરમાંથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. પાટડીમાં આ કાર્યક્રમના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ  વાંચો:ગુજરાત / NFSA કાર્ડ ધારકો માટે મહત્વનો નિર્ણય, હવે 50 રૂપિયામાં મળશે તુવેર દાળ

ધંધુકા કિશન ભરવાડ હત્યાકેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એકબાજુ ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને સાધુ-સંતો અને મહંતો પણ ચૂડા તાલુકાના ચચાણા ગામની મુલાકાત લઇ સ્વ.કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના આપવાની સાથે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હૈયાવરાળ ઠાલવતા નજરે પડી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે યોજાયેલી કિશન ભરવાડની શ્રધ્ધાંજલી સભામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો.

આ પણ વાંચો:મુંબઈ / મહારાષ્ટ્રમાં પૂર્વ સાંસદ નિલેશ રાણે વિરુદ્ધ FIR, આ મામલે નોંધાયો કેસ

પાટડી કડવા પાટીદાર ખાતે યોજાયેલી સ્વ.કિશન ભરવાડની શ્રધ્ધાંજલી સભામાં પાટડી શહેર સહિત તાલુકાભરમાંથી મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહી પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાંજલી આપી હતી. બીજી બાજુ પાટડીમાં આ શ્રધ્ધાંજલી કાર્યક્રમના પગલે કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિંતનભાઇ અને દાદુભાઇ રબારીએ કર્યુ હતુ.