Not Set/ શબાના આઝમી બાદ જયા બચ્ચનને થયો કોરોના, આ ફિલ્મનું રોકવું પડ્યું શૂટિંગ

જયા અને શબાના બંનેના કોરોના પોઝિટિવ હોવાની સીધી અસર કરણ જોહરની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની પર પડી છે.

Top Stories Entertainment
જયા બચ્ચન

બોલિવૂડમાં કોરોના સંક્રમણનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2020 માં, જ્યારે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન સહિત આખો બચ્ચન પરિવાર કોરોના પોઝિટિવ આવ્યો, ત્યારે જયા બચ્ચન કોરોના ચેપથી બચી ગયા હતા. પરંતુ જયા બચ્ચન પણ આ લહેરથી બચી શક્યા નહીં અને તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાએ માતા બન્યા બાદ પહેલીવાર શેર કર્યો ફોટો, ચાહકોએ કહ્યું, હેલો મમ્મી

આ પહેલા શબાના આઝમીને પણ કોરોના સંક્રમિત થયાના સમાચાર હતા. શબાના આઝમીએ પોતે સોશિયલ મીડિયા પર તેના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર શેર કર્યા હતા. જયા અને શબાના બંનેના કોરોના પોઝિટિવ હોવાની સીધી અસર કરણ જોહરની ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાની પર પડી છે. કરણ જોહર રોકી ઓર રાની કી પ્રેમ કહાનીના આગામી શેડ્યૂલનું શૂટિંગ દિલ્હીમાં શરૂ કરવાનો હતો પરંતુ હવે શબાના અને જયાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેણે શૂટિંગ સ્થગિત કરી દીધું છે.

નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ” રોકી ઓર રાની કી પ્રેમ કહાનીનું આગલું શેડ્યૂલ 2 ફેબ્રુઆરીથી દિલ્હીમાં શરૂ થવાનું હતું અને 14 ફેબ્રુઆરી સુધી ચલવાનું હતું. પરંતુ પહેલા શબાના આઝમી કોરોના પોઝિટિવ થઈ, ત્યાર બાદ હવે જયા બચ્ચન પણ કોરોના પોઝિટિવ થઈ ગયા છે.  એટલે જ કરણ જોહરે પોતાની ફિલ્મનું આ શેડ્યૂલ રોકી દીધું છે. કારણ કે તે બાકીની સ્ટાર કાસ્ટ અને ક્રૂના જીવન સાથે કોઈ જોખમ લેવા માંગતો નથી.” તે કહે છે ના, જીવન છે તો જગત છે.

રોકી ઓર રાની કી પ્રેમ કહાનીની વાત કરીએ તો આ એક કોમેડી જોનરની ફિલ્મ છે જેમાં જયા પહેલીવાર કોમેડી કરતી જોવા મળશે. શબાના આઝમી પણ પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. ફિલ્મમાં શબાના આલિયા ભટ્ટની દાદીના રોલમાં જોવા મળશે. કરણ જોહર દ્વારા નિર્દેશિત, હીરુ યશ જોહર, કરણ જોહર અને અપૂર્વ મહેતા દ્વારા નિર્મિત, ફિલ્મના સ્ટુડિયો પાર્ટનર વાયાકોમ 18 છે. ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીની વાર્તા અને પટકથા ઇશિતા મોઇત્રા, શશાંક ખેતાન અને સુમિત રોયે લખી છે, ડાયલોગ ઇશિતા મોઇત્રાએ આપ્યા છે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો : આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ’…

આ પણ વાંચો :પીઢ અભિનેતા રમેશ દેવનું 93 વર્ષની વયે અવસાન, અમિતાભ બચ્ચન-શત્રુઘ્ન સિંહા સાથે કામ કર્યું

આ પણ વાંચો :44 વર્ષીય કોમેડિયન સુનીલ ગ્રોવરની હાર્ટ સર્જરી કરાઇ, જાણો કેવી છે અભિનેતાની તબિયત

આ પણ વાંચો :સંસદમાં રાહુલ ગાંધીના ભાષણ પર સ્વરા ભાસ્કરનું ટ્વિટ, કહ્યું, ભડાકેદાર ભાષણ…