રાજકોટ/ આવાસના હપ્તા પેટે એક મહિનામાં રૂ.12.43 કરોડની જંગી આવક થઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે.

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો::ઉત્તરપ્રદેશ ચૂંટણી / રુદ્રાક્ષની માળા, કાનમાં કુંડળ અને રિવોલ્વર – આટલી છે યોગી આદિત્યનાથની કુલ સંપત્તિ

આવાસ યોજના વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં રૂ.12.43 કરોડની આવક થવા પામી છે. તા.23/06/2021 થી તા.31/01/2022 સુધીમાં રૂ.97,62,51,762/- ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. આજ રીતે તા.01/04/2021 થી તા.31/01/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.128 કરોડની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જયારે પાછલા આખા વર્ષ દરમ્યાન કુલ 81 કરોડ ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવ્યા  હતા.

આ પણ  વાંચો:Statue of Equality / કોઈ સંતની આટલી ઉંચી પ્રતિમા આજ સુધી બની નથી, 5 ફેબ્રુઆરીએ PM મોદી કરશે અનાવરણ

હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.