- કચ્છ જિલ્લામાં ૪૫૨ બાળકો પાલક માતાપિતા યોજનાનો લાભ મેળવી રહયા છે
- માતાપિતા છત્રછાયા ગુમાવનાર બાળકો માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવો
નોંધારાનો આધાર અને સરકાર મા-બાપ આ માત્ર શબ્દો નથી પણ સરકારની પ્રજા પ્રત્યેની સંવેદના છે. જેમાં માતાપિતા ગુમાવેલ બાળકો માટેની પાલક માતાપિતા યોજના બાળકો માટે દિપકનેત્ર સમાન છે. બાળ સુરક્ષા એકમ કચેરીના શબ્દોમાં જોઇએ તો “જાન્યુઆરી ૨૦૨૨ના દૈનિક વર્તમાનપત્રના માધ્યમથી મોટી તુંબડી ગામના પતિ-પત્ની બન્નેના આકસ્મિક અવસાનની વિગતો ધ્યાન પર આવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા પ્રભાગના જિલ્લા બાળ સુરક્ષા એક્મના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રાજય સરકારની પાલક માતા પિતા યોજનાનો લાભ આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મોટી તુંબડી ગામના આ હતભાગી પરિવારની માહીતી મેળવી બાળકોના પાલકનો સંપર્ક કરવામાં આવેલ અને બાળકોના કાકા સાથે ટેલીફોનીક વાત કરી પાલક માતા પિતા યોજનાની માહીતી અને અરજી કરવા અંગેની સમજ આપવામાં આવી હતી. જેથી બાળકોના કાકા દ્રારા જરૂરી આધાર-પુરાવા એકઠા કરીને તા.૧૦/૦૧/૨૦૨૨ના કચેરીનો સંપર્ક કરતા તેઓની અરજી સામાજિક કાર્યકર (મહિલા) દ્વારા કચેરી ખાતે જ ઓનલાઇન કરી આપવામાં આવેલ અને આ અરજી અન્વયે તા.૨૪/૦૧/૨૦૨૨ ના રોજ ઘર તપાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.
ઘર તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, બાળકોના પિતાનુ તા.૧૮/૦૧/૨૦૨૨ ના રોજ કંપનીમાં કામ કરતી વખતે હદય હુમલો આવવાથી અવસાન થયું હતું, જેના આઘાતમાં બાળકોએ બે જ દિવસમાં માતા અને પિતા બન્નેની છત્રછાયા ગુમાવી હતી. આ દંપતિના એક દીકરો જેની ઉંમર આશરે ૩ વર્ષ અને એક દીકરી જેની ઉંમર આશરે ૭ વર્ષ છે. દીકરી ધોરણ-૨માં ગામમાં જ અભ્યાસ કરે છે અને પુત્રનું નામ આંગણવાડીમાં નોંધાયું છે. પાલક માતા પિતા યોજના અન્વયે બન્ને બાળકોની ઉંમર ૧૮ વર્ષ સુધી અભ્યાસ ચાલુ રહે તો દર માસે રૂ.૩૦૦૦ આર્થિક સહાય ડાયરેકટ બેનીફિટ ટ્રાન્સફર મારફતે બેન્ક ખાતામાં મળવા પાત્ર છે. હવે દર માસે મોટી તુંબડીના બાળકો પણ રૂ.૩ હજારની સહાય મેળવશે.
જાન્યુઆરી ૨૦૨૨ માસમાં આવેલ તમામ અરજીઓની ઘર-તપાસો પુર્ણ થતા જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી એ.પી.રોહડીયાના અઘ્યક્ષ સ્થાને રચાયેલ સ્પોન્શરશીપ એન્ડ ફોસ્ટર કેર એપૃવલ કમીટીની મીટીંગ તા.૨૮/૦૧/૨૦૨૨ ના કરવામાં આવેલ અને યોજનાના લાભ માટેની અરજીઓ અને ઘર તપાસ રીપોર્ટ વંચાણે લઇ ૧૦ (દશ) બાળકોની પાલક માતા પિતા યોજના અન્વયેની અરજીઓ મંજુર કરવામાં આવી હતી. કચ્છ જીલ્લામાં હાલમાં આ યોજનાનો કુલ-૪૫૨ બાળકો લાભ મેળવી રહ્યા છે.
માતાપિતા ગુમાવેલ બાળકોના પાલક દ્રારા બાળકોના ભરણપોષણ અને શિક્ષણનો ખર્ચમાં તકલીફ ના પડે અને બાળકો સારું શિક્ષણ મેળવી ખુબ આગળ વધશે તેવુ જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી દ્રારા જણાવવામાં આવેલ તેમજ આ યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in પરથી અરજી થઇ શકશે તેમજ વઘુ માહીતી માટે જીલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ૪૦૨ બહુમાળીભવન ત્રીજો ભાળે, ભુજ-કચ્છ. ટેલીફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ પર સંપર્ક કરી શકાશે.
રાજકોટ / MLAની ફરિયાદ નવી નથી, રાજકોટ CP વિરુધ્ધ કમિશનબાજીના છે ગંભીર આક્ષેપો : હર્ષ સંઘવી
વિવાદ / કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ
વિવાદિત નિવેદન / ધારાસભ્ય છુ ત્યાં સુધી કોઈનું કાંઈ તૂટવા નહીં દઉ- ગેરકાયદે બાંધકામ મુદ્દે મધુ શ્રીવાસ્તવની દબંગાઈ
