ગાંધીનગર/ ડ્રોનના ઉપયોગ માટે પોલિસી, ગુજરાત સરકાર કરશે જાહેર

ગુજરાત સરકાર બહુ જલ્દી ડ્રોનના ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવા જઈ રહી છે. પોલિસીના ભાગરુપે જે વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવાનો હશે, તે વિસ્તારોની પણ જાહેરાત કરવામાં આવશે.

Top Stories Gujarat
પોલિસી

ગુજરાત સરકાર બહુ જલ્દી ડ્રોનના ઉપયોગ માટેની પોલિસી જાહેર કરવા જઈ રહી છે. પોલિસીના ભાગરુપે જે વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવાનો હશે, તે વિસ્તારોની પણ જાહેરાત કરવામાં આવશે.

આ પણ વાંચો:આવતીકાલથી યુપી, દિલ્હી સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, જાણો..

ગુજરાત સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી સેક્ટરમાં ડ્રોનના અલગ અલગ ઉપયોગ કરવા માટે વિચારી રહી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે ખેતીમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહિત કરવાની કરેલી જાહેરાત બાદ સરકારમાં ઉચ્ચ કક્ષાએ ચર્ચા વિચારણા થઈ છે.જેમાં ડ્રોનના ઉપયોગના નિયમો બનાવવાની સાથે સાથે ડ્રોનના ઉપયોગથી સરકારની કામગીરીને કેવી રીતે ઝડપી બનાવી શકાય તેના પર વિચારણા થઈ હતી.

આ પણ વાંચો:ચૂંટણી પ્રચાર માટે EC એ રોડ શો, વાહન રેલી પર પ્રતિબંધ લંબાવ્યો

સરકાર ડ્રોનનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવા માંગે છે આ સાથે સાથે પ્રાઈવેટ સેકટરમાં જે લોકો ડ્રોનનો ઉપયોગ કરવા માંગે છે. તેમના માટે નિયમો અને નીતિ ઘડવામાં આવશે.

આ પણ વાંચો:સલમાન ખાને લતાજીનાં નિધન પર કર્યું ટ્વિટ, કહ્યું- તમારી ખુબ જ યાદ આવશે

સરકાર ખેતીમાં ઉપયોગમાં લેવાનારા ડ્રોન પર સબસિડી આપવાનુ તેમજ રાજ્યમાં ડ્રોનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પણ વિચારી રહી છે.ડ્રોન પોલિસીના ભાગરુપે જે વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવાનો હશે, તે વિસ્તારોની પણ જાહેરાત કરવામાં આવશે.