મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માગ હવે ઉગ્ર બની રહી છે. સોમવારે આંદોલન ઉગ્ર બન્યા બાદ બીડમાં કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. આ સાથે જ સમગ્ર વિસ્તારમાં ક્રિમિનલ પ્રોસિજર (CRPC)ની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો પણ લાગુ કરવામાં આવ્યા છે.
વિરોધકર્તાઓએ બીડમાં રાજકારણીઓ (એનસીપી ધારાસભ્યો)ના ઘરો અને જાહેર સ્થળોની તોડફોડ કર્યા પછી આ ઘટના બની હતી. વિરોધ પક્ષ શિવસેના (UBT)એ મરાઠા આરક્ષણની માગણીઓ પર ચર્ચા કરવા સંસદના વિશેષ સત્રની માંગણી કર્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બે ધારાસભ્યો અને એક પૂર્વ મંત્રીના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વિરોધીઓએ બીડ જિલ્લામાં શરદ પવારની આગેવાની હેઠળના NCP જૂથના સભ્ય ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરને પણ આગ લગાવી દીધી હતી. તેના ઘર પર પાર્ક કરેલા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. અહેવાલ છે કે રવિવારના રોજ, બીડ જિલ્લામાં એનસીપીના અન્ય ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે પણ વિરોધીઓએ તોડફોડ કરી હતી અને આગ લગાવી હતી. સોલંકે અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથમાંથી છે.
ઉલ્લેખનીય છે કે, કે મરાઠા સમુદાયના સભ્યો મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) કેટેગરી હેઠળ સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે 25 ઓક્ટોબરથી જાલના જિલ્લામાં અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કર્યા બાદ આંદોલન વધુ તીવ્ર બન્યું હતું. એવું સામે આવ્યું છે કે બીડમાં હિંસા વચ્ચે ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ માધવરાવ પવાર અને એનસીપી જિલ્લા અધ્યક્ષ રાજેશ્વર ચવ્હાણે રાજીનામું આપી દીધું છે.
આ પણ વાંચો: National Unity Day/ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ઉજવણી કેમ કરવામાં આવે છે? જાણો ઈતિહાસ અને મહત્વ
આ પણ વાંચો: Kerala/ કેરળમાં બોમ્બ બ્લાસ્ટ, પ્રાર્થના સભામાં ‘સુતલી બોમ્બ’થી કરવામાં આવ્યો હતો વિસ્ફોટ!
આ પણ વાંચો: Diwali 2023/ દિવાળી પર કેમ પ્રગટાવવામાં આવે છે દીવા, જાણો માટીના કોડિયાનું મહત્વ

